________________
૬૮૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સૂરજકુંડ સોહામણો, કવડ જક્ષ અભિરામ; નાભિરાયા-કુલમંડણો, જિનવર કરું પ્રણામ.
(૭)
શ્રી ઋષભદેવનું ચૈત્યવંદન આદિદેવ અલવેસરૂ, વિનીતાનો રાય; નાભિરાયા-કુલ-મંડણો, મરુદેવા માય. પાંચસે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાળ, ચોરાશી લખ પૂર્વનું, જસ આયુ વિશાળ. વૃષભ-લંછન જિન વૃષધરૂ (એ), ઉત્તમ ગુણ મણિખાણ; તસાદ-પદ્મ સેવન થકી, લહીએ અવિચલ ઠાણ.
(૮). શ્રી સીમંધર જિનનું ચૈત્યવંદન શ્રી સીમંધર ! જગધણી, આ ભરતે આવો; કરુણાવંત કરુણા કરી, અમને વંદાવો. સયલ ભક્ત તમે ધણી, જો હો મુજ નાથ; ભવોભવ હું છું તાહરો, નહિ મેલું હવે સાથ. સયલ સંગ ઠંડી કરી, ચારિત્ર લેઈશું; પાય તમારા સેવીને, શિવરમણી વરીશું. એ અલગો મુજને ઘણો, પૂરો સીમંધર દેવ; ઈતાં થકી હું વિનવું, અવધારો મુજ સેવ.
શ્રી સીમંધર જિનનું ચૈત્યવંદન શ્રી સીમંધર વીતરાગ, ત્રિભુવન તુમે ઉપકારી, શ્રીશ્રેયાંસ પિતાકુલે, બહુ શોભા તુમારી. ધન્ય ધન્ય માતા સત્યકી, જેણે જાયો જયકારી, વૃષભ લંછન બિરાજમાન, વંદે નર નારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org