SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ શ્રી શાંતિનાથનું ચૈત્યવંદન શાંતિ જિનેશ્વર સોલમા, અચિરા-સુત વંદો; વિશ્વસેન-કુલ-નભમણિ, ભવિજન-સુખ-કંદો. મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હત્થિણા ઉર-નયરી-ધણી, પ્રભુજી ગુણ મણિ-ખાણ. ચાલીશ ધનુષની દેહડી, સમચઉરસ સંઠાણ; વદન-પદ્મ યે ચંદલો, દીઠે પરમ કલ્યાણ. ચોવીશ જિનલાંછનનું ચૈત્યવંદન ઋષભ-લંછન ઋષભદેવ, અજિત-લંછન હાથી; સંભવ-લંછન ઘોડલો, શિવપુરનો સાથી. અભિનંદન-લંછન કપિ, ક્રૌંચ-લંછન સુમતિ; પદ્મ-લંછન પદ્મપ્રભુ, વિશ્વદેવા સુમતિ. સુપાર્થ-લંછન સાથીઓ, ચંદ્રપ્રભુ-લંછન ચંદ્ર; મગર-લંછન સુવિધિ પ્રભુ, શ્રીવ શીતલ નિણંદ. લંછન ખગ્ગી શ્રેયાંસને, વાસુપૂજ્યને મહિષ; સૂવર-લંછન પાયે વિમલદેવ, મળિયા તે નામો શિષ. સિંચાણો જિન અનંતને, વજ-લંછન શ્રીધર્મ; શાંતિ-લંછન મરગલો, રાખે ધર્મનો મર્મ. કુંથુનાથ જિન બોકડો, અરજિન નંદાવર્તઃ મલ્લિ કુંભ વખાણીએ, સુવ્રત કચ્છપ વિખ્યાત. નમિ જિનને નિલો કમલ, પામીએ પંકજમાંહી; શંખ લંછન પ્રભુ નેમજી, દીસે ઊંચે આંહી. પાર્શ્વનાથને ચરણ સર્પ, નીલવરણ શોભિત; સિંહ લંછન કંચનતનુ, વદ્ધમાન વિખ્યાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy