________________
૮.
૬૭૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
(૭) નૈવેદ્ય-પૂજાનો દુહો અણાહારી પદ મેં કર્યા, વિગ્રહ-ગઈય અનંત; દૂર કરી તે દીજીયે, અણાહારી શિવ સંત.
મંત્ર-૩ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા.
૭. ૮. ફલ પૂજા-બદામ, સોપારી, શ્રીફળ અને પાકાં ફળો સિદ્ધશિલા ઉપર મૂકવાં.
(૮) ફલ-પૂજાનો દુહો. ઇન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ; પુરષોત્તમ પૂજી કરી, માગે શિવ-ફલ ત્યાગ.
મંત્ર-3ૐ હ્રીં શ્રીં પરમપુરષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ફલાનિ યજામહે સ્વાહા.
આ રીતે અષ્ટપ્રકારી પૂજા કર્યા બાદ ચામર વગેરેથી પૂજા કરવી. ચામર પૂજા કરતાં બોલવાની પૂજાની ગાથા. બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે; જઈ મેરૂ ધરી ઉસંગે, ઈન્દ્ર ચોસઠ મલિયા રંગે. પ્રભુ પાસનું મુખડું જોવા, ભવો ભવનાં પાતિક ખોવા. ૧.
(દ્રવ્ય પૂજા બધી પૂરી કર્યા પછી દ્રવ્ય પૂજાના ત્યાગ ત્રીજીનિસીહિ' કહી, ચૈત્યવંદનાદિ ભાવપૂજામાં જોડાવું.)
આરતીઓ જય! જય ! આરતી આદિ જિગંદા નાભિરાયા-મરુદેવીકો નંદા....જય ! જય !! પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લ્હાવો લીજે...જય ! જય !! દૂસરી આરતી દીન-દયાળા. ધૂલેવમંડન પ્રભુ જગ-અજુઆળા...જય ! જય !!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org