SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટપ્રકારી પૂજા વિધિ૦૬૭૩ (૫) દીપક-પૂજાનો દુહો દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક. ૫. મંત્ર-3ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપમાલાં યજામહે સ્વાહા. ૬. અક્ષતપૂજા-અખંડ ચોખા વડે સાથિયો, નંદાવર્ત વગેરે કરવું. (૬) અક્ષત-પૂજાનો દુહો શુદ્ધ અખંડ અક્ષત રહી, નંદાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાલી સકલ જંજાલ. મંત્ર-3ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતાનું યજામહે સ્વાહા. સાથીઓ કરતી વખતે ભાવવાના દુહા. તેમાં પ્રથમ ચોખાની સિદ્ધશિલા અને ત્રણ ઢગલીઓ કરતી વખતે ભાવવું કે : દર્શન જ્ઞાન ચારિત્રના, આરાધનથી સાર; સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર. સાથિયો કરતી વખતે ભાવવું કે – અક્ષત પૂજા કરતાં થકાં, સફળ કરું અવતાર; ફળ માગું પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. સાંસારિક ફળ માગીને, રવડ્યો બહુ સંસાર; અષ્ટ કર્મ નિવારવા, માગું મોક્ષફળ સાર. ચિહુગતિ ભ્રમણ સંસારમાં, જન્મ મરણ જંજાલ; પંચમગતિ વિણ જીવને, સુખ નહિ કિહું કાલ. ૭. નૈવેદ્ય પૂજા-સાકર, પતાસાં અને ઉત્તમ મીઠાઈ વગેરે નૈવેદ્ય સાથિયા ઉપર મૂકવું. પ્ર-૩-૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy