________________
૬૭૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩
રત્નત્રયી ગુણ ઊજળી, સકલ સુગુણ વિશ્રામ; નાભિ કમલની પૂજના, કરતાં અવિચલ ધામ.
(પ્રભુની નાભિએ તિલક કરવું.) ઉપદેશક નવ તત્ત્વના, તેણે નવ અંગ જિસિંદ; પૂજો બહુવિધ રાગશું, કહે શુભવીર મુર્ણિદ.
૧૦ ૩. પુષ્પપૂજા સરસ, સુગંધીવાળાં અને અખંડ પુષ્પો ચઢાવવાં, નીચે પડેલાં પુષ્પ ચઢાવવાં નહિ.
(૩) પુષ્પ-પૂજાનો દુહો સુરભિ અખંડ કુસુમ રહી. પૂજા ગત સંતાપ; સુમ-જંતુ ભવ્ય પરે, કરીયે સમકિત છાપ.
મંત્ર-3ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા.
૨. ૪. ધૂપપૂજા-પ્રભુની ડાબી બાજુએ ઊભા રહી ધૂપ કરવો.
(૪) ધૂપપૂજાનો દુહો ધ્યાનઘટા પ્રગટાવીયે, વામનયન જિન ધૂપ; મિચ્છત્ત દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મ-સ્વરૂપ.
અમે ધૂપની પૂજા કરીએ રે, ઓ મનમાન્યા મોહનજી, પ્રભુ ધૂપઘટા અનુસરીએ રે, ઓ મનમાન્યા મોહનજી, પ્રભુ નહિ કોઈ તમારી તોલે રે, ઓ મનમાન્યા મોહનજી, અંતે છે શરણ તમારું રે, ઓ મનમાન્યા મોહનજી.
મંત્ર-ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપ યજામહે સ્વાહા.
૫. દીપકપૂજા-પ્રભુની જમણી બાજુએ ઊભા રહી દીપક-પૂજા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org