________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાવિધિ ૦૨૭૧
જિન નવ અંગ પૂજાના દુહા જલ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજંત; ઋષભ ચરણ અંગૂઠડે, દાયક ભવજલ અંત.
(પ્રભુના જમણા-ડાબા અંગૂઠે તિલક કરવું.) જાનુબળે કાઉસ્સગ્ય રહ્યા, વિચર્યા દેશ વિદેશ; ખડાં ખડાં કેવળ લહ્યું, પૂજો જાનુ નરેશ.
(પ્રભુના જમણા-ડાબા ઢીંચણે તિલક કરવું.) લોકાંતિક વચને કરી, વરસ્યાં વરસી દાન; કર કાંઠે પ્રભુ પૂજના, પૂજો ભવિ બહુ માન.
(પ્રભુના જમણા-ડાબા કાંડે તિલક કરવું.) માન ગયું દોય અંસથી, દેખી વીર્ય અનંત; ભૂજાબળે ભવજલ તર્યા, પૂજો બંધ મહંત.
(પ્રભુના જમણા-ડાબા ખભે તિલક કરવું.) સિદ્ધશિલા ગુણ ઊજળી, લોકાંતે ભગવંત; વસિયા તેણે કારણ ભવી, શિરશિખા પૂજંત.
(પ્રભુની મસ્તક-શિખાએ તિલક કરવું.) તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત; ત્રિભુવન તિલક સમા પ્રભુ ભાલ-તિલક જયવંત.
(પ્રભુના કપાળમાં તિલક કરવું.) સોળ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ, મધુર ધ્વનિ સુર નર સુણે, તેણે ગળે તિલક અમુલ.
(પ્રભુના કંઠે તિલક કરવું.) હૃદય કમળ ઉપશમ બક્ષે, બાળ્યા રાગ ને રોષ; હિમ દહે વનખંડને, હૃદય તિલક સંતોષ.
(પ્રભુની છાતીએ તિલક કરવું.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org