________________
ન
જ
જ
છે
(૧૮) શ્રી શત્રુંજય મહાતીર્થના દુહા શ્રી શત્રુંજય મહાતીર્થ, આરાધનાર્થે વિનંતિ કરું ? ઇચ્છ. એકેકું ડગલું ભરે, શેત્રુજા સમો જેહ; ઋષભ કહે ભવ કોડનાં, કર્મ ખપાવે તેહ, શેત્રુંજા સમો તીરથ નહિ, ઋષભ સમો નહિ દેવ; ગૌતમ સરખા ગુરૂ નહિ, વળી વળી વંદું તેહ. સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગીરનાર; શેત્રુંજી નદી નાહ્યો નહિ, તેનો એળે ગયો અવતાર. શેત્રુંજી નદીએ નાહીને, મુખ બાંધી મુખ કોષ; દેવયુગાદિ પુજીયે, આણી મને સંતોષ, જગમાં તીરથ દો વડા, શત્રુંજય ગીરનાર, એક ગઢ રિખવ સમોસર્યો, એક ગઢ નેમ કુમાર. શત્રુંજય ગીરી મંડણો, મરૂ દેવાનો નંદ; યુગલા ધર્મ નિવારકો, નમો યુગાદિ ણંદ. સિદ્ધાચળ સિદ્ધિવર્યા, ગ્રહિ યુનિલિંગ અનંત; આગે અનંતા સિદ્ધશે, પુજો ભવિ ભગવંત. નેમવિના ત્રેવીશ પ્રભુ, આવ્યા વિમલ ગીરીંદ; ભાવિ ચોવીશી આવશે, પદ્માભાદિજીણંદ. પ્રાયે એ ગિરી શાશ્વતો, મહિમાનો નહિ પાર; ઋષભ જીણંદ સમોસર્યા, પૂર્વ નવાણું વાર. ડુંગર ચઢવા દોહ્યલા, ઉતરતાં નહિ વાર; શ્રી આદિશ્વર પૂજતાં, હઈડે હરખ ન માય. સમોસર્યા સિદ્ધાચલે, પુંડરીક ગણધાર;
?
A
S
S
S
S
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org