________________
૬૬૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
લાખ સવા મહાતમ કહ્યું, સુરનર સભા મોઝાર. વિશ કોડિશું પાંડવા, મોક્ષ ગયા ઇણે ઠામ; એમ અનંત મુગતે ગયા, સિદ્ધ ક્ષેત્ર તિણે નામ. ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાં વંદનીક; જેહવો તેહવો સંયમી, એ તીર્થે પૂજનીક. શ્રાવક મેઘ સમા કહ્યા, કરતા પુણ્યનું કામ, પુણ્યની રાશિ વધે, તિણે પુણ્ય રાશિ નામ. વિપ્રલોક વિષધર સમા, દુઃખિયા ભૂતલ માન; દ્રવ્ય લિંગી કણ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન. શ્રી સીમંધર સ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ; ઇંદ્રની આગે વરણવ્યો, તિણે એ ઇંદ્ર પ્રકાશ. દશકોટી અણુવ્રતધરા, ભક્ત જમાડે સાર; જૈન તીરથ યાત્રા કરે, લાભતણો નહિ પાર. તેહ થકી સિદ્ધાચલે, એક મુનિને દાન; દેતાં લાભ ઘણો હવે મહાતીરથ અભિધાન. ગૌ નારી બાલક મુનિ, ચઉ હત્યા કરનાર; યાત્રા કરતાં કાર્તિકી, ન રહે પાપ લગાર. પાતાલે જસ મૂલ છે, ઉજ્જવલ ગિરિનું સાર; ત્રિકરણ યોગે વંદતાં, અલ્પ હોય સંસાર. તન, મન, ધન, સુત વલ્લભા, સ્વર્ગાદિક સુખભોગ; જે વંછે તે સંપજે શિવરમણી-સંયોગ. વિમલાચલ પરમેષ્ઠિનું, ધ્યાન ધરે ષટ માસ; તેજ અપૂરવ વિસ્તરે, પુરે સઘલી આશ. ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચ; ઉત્કૃષ્ટા પરિણામથી, અંતરમુહુરત સાચ. સર્વ કામ દાયક નમો, નામ કરી ઓળખાણ; શ્રી શુભ વીરવિજય પ્રભુ, નમતાં ક્રોડ કલ્યાણ.
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org