SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યાખ્યાનનો પરમાર્થ૦પ૭૫ પુનઃ શ્રીગૌતમસ્વામી પૂછે છે : “હે ભગવન્ ! તે શ્રવણનું ફળ શું છે ?' ભગવાન ઉત્તર આપે છે : “હે ગૌતમ ! તેનું ફળ જ્ઞાન છે, અર્થાત્ તેનાથી જાણવાનું બની શકે છે.' પરંતુ શ્રીગૌતમસ્વામીની જિજ્ઞાસા એટલાથી તૃપ્ત થતી નથી, એટલે તે અધિક પ્રશ્ન-પરંપરાને કરે છે. ગી. “ભગવન્! તે જ્ઞાનનું ફળ શું છે ?' ભ. “હે ગૌતમ ! તે જ્ઞાનનું ફળ વિજ્ઞાન છે, અર્થાત્ સામાન્ય જ્ઞાનમાંથી વિશેષ જ્ઞાન થાય છે.' ગી. “હે ભગવન્! તે વિજ્ઞાનનું ફળ શું છે ?' ભ. “હે ગૌતમ ! તે વિજ્ઞાનનું ફળ પ્રત્યાખ્યાન છે.” ગૌ. “હે ભગવન્! તે પ્રત્યાખ્યાનનું ફળ શું છે? ભ. “હે ગૌતમ ? તે પ્રત્યાખ્યાનનું ફળ સંયમ છે. અર્થાત તે પ્રત્યાખ્યાન પ્રાપ્ત થયા પછી સર્વસ્વ-ત્યાગરૂપ સંયમ પ્રાપ્ત થાય છે.” ગૌ. “હે ભગવન્તે સંયમનું ફળ શું છે ?' ભ. “હે ગૌતમ ! તે સંયમનું ફળ અનાસ્રવ એટલે આગ્નવરહિતપણું છે.' ગૌ. “ભગવન્! તે અનાગ્નવનું ફળ શું છે ?” ભ. “હે ગૌતમ ! તે અનાન્સવનું ફળ તપ છે.” ગૌ. “હે ભગવન્! તે તપનું ફળ શું છે ?' ભ. “હે ગૌતમ ! તે તપનું ફળ કર્મ-નાશ છે.” ગૌ. “હે ભગવન્! તે કર્મ-નાશનું ફળ શું છે ? ભ. “હે ગૌતમ ! તે કર્મ-નાશનું ફળ નિષ્ક્રિયતા છે ?' ગી. “હે ભગવન્! નિષ્ક્રિયતાનું ફળ શું છે ?' ભ. “હે ગૌતમ ! નિષ્ક્રિયતાનું ફળ સિદ્ધિ છે; અર્થાત અક્રિયપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy