SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પ્રાપ્ત થયા પછી સિદ્ધિ મળે છે.* તાત્પર્ય કે પ્રત્યાખ્યાનનું પરંપર-ફળ સિદ્ધિ છે. (૨) પ્રત્યાખ્યાનનું પ્રયોજન અહીં એવો પ્રશ્ન ઊઠવાનો સંભવ છે કે ‘જો સામાયિકથી મુક્તિ પર્યંત પહોંચી શકાય છે, તો ચતુર્વિશતિ-સ્તવની શી આવશ્યકતા છે ? અથવા ચતુર્વિંશતિ-સ્તવથી શિવ-સુખ સાધી શકાય છે, તો વંદનકની શી આવશ્યકતા છે ? અથવા વંદનકથી મોક્ષસુખ મેળવી શકાય છે, તો પ્રતિક્રમણની શી આવશ્યકતા છે ? અને પ્રતિક્રમણથી પરમાનંદની પ્રાપ્તિ કરી શકાય છે, તો કાયોત્સર્ગની શી આવશ્યકતા છે ? તે જ રીતે કાયોત્સર્ગથી પરમપદમાં સ્થિર થવાતું હોય, તો પ્રત્યાખ્યાનનું પ્રયોજન શું ?’ આ પ્રશ્નનો ઉત્તર એ છે કે ‘છયે આવશ્યકની ક્રિયાઓ પરંપરફલની દૃષ્ટિએ સમાન છે, છતાં પ્રયોજનની દૃષ્ટિએ ભિન્ન છે અને તેમાં કારણ-કાર્યનો સંબંધ પણ રહેલો છે, એટલે તે દરેકની આવશ્યકતા છે. સામાયિકનું મુખ્ય પ્રયોજન સાવઘ યોગની વિરતિ એટલે સાંસારિક પ્રવૃત્તિઓનો ત્યાગ છે; આવો ત્યાગ કર્યા વિના આત્મ-શુદ્ધિ કે આત્મવિકાસની કોઈ ક્રિયા થઈ શકતી નથી. ચતુર્વિંશતિસ્તવનું મુખ્ય પ્રયોજન અર્હતોની ઉપાસના છે અને વંદનકનું મુખ્ય પ્રયોજન સદ્ગુરુનો વિનય છે. આ બંને ક્રિયાઓ દેવ અને ગુરુની ભક્તિરૂપ હોઈ યોગ-સાધનાની પૂર્વભૂમિકાઓ છે, પૂર્વ સેવા છે. યોગવિશારદોનો એ સ્પષ્ટ અભિપ્રાય છે કે કોઈપણ પ્રકારની યોગ સાધના કરવી હોય તો પ્રથમ દેવ અને ગુરુની ભક્તિરૂપ પૂર્વસેવા અવશ્ય કરવી જોઈએ. પ્રતિક્રમણનું મુખ્ય પ્રયોજન આત્મ-શોધન છે. જ્યાં સુધી મનુષ્ય પોતાની ભૂલોને શોધવા અને * આ સંવાદનો સંગ્રહ કરનારી ગાથા નીચે મુજબ છે : "सवणे णाणेय विन्नाणे पच्चक्खाणे य संजमे । અળહવે તવ સેવ, વોવાળે અભિરિયા સિદ્ધી '' (સાધુઓની પર્યાપાસનાથી) શ્રવણ, શ્રવણથી જ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનથી સંયમ, સંયમથી અનાસ્રવ, અનાસ્રવથી તપ, તપથી કર્મનિર્જરા, કર્મ-નિર્જરાથી અક્રિયપણું અને અક્રિયપણાથી સિદ્ધિ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy