SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ બીજું પ્રત્યાખ્યાનનો પરમાર્થ [છઠું આવશ્યક] (૧) પ્રત્યાખ્યાનનું મહત્ત્વ સામાયિકથી જેમ સમત્વની સિદ્ધિ કરીને મુક્તિ-પર્યત પહોંચી શકાય છે; ચતુર્વિશતિ-સ્તવથી જેમ દર્શનબોધિ, જ્ઞાન-બોધિ અને ચારિત્ર-બોધિ પ્રાપ્ત કરીને શિવ-સુખ સાધી શકાય છે; વંદનથી જેમ જ્ઞાન અને ક્રિયામાં કુશલ બની મોક્ષ-સુખને મેળવી શકાય છે; પ્રતિક્રમણથી જેમ આત્મશુદ્ધિ કરીને પરમાનંદની પ્રાપ્તિ કરી શકાય છે; અને કાયોત્સર્ગથી જેમ શુભધ્યાનની શ્રેણીએ ચડતાં ચડતાં પરમ પદમાં સ્થિર થઈ શકાય છે; તેમ પ્રત્યાખ્યાનથી સંયમની સાધના કરીને સિદ્ધિપદના અધિકારી થવાય છે. તેથી જ શાસ્ત્રકાર મહર્ષિઓએ કહ્યું છે કે 'पच्चक्खाणमिणं सेविऊणं भावेण जिणवरुद्दिष्टुं । पत्ता अणंतजीवा, सासय-सुक्खं लहु मोक्खं ॥ –આ. ટી. અ. છઠું. શ્રીજિનેશ્વરોએ કહેલાં આ પ્રત્યાખ્યાનનું સેવન કરીને અનંત જીવો શાશ્વત સુખવાળા મોક્ષને શીધ્ર પામ્યા છે.” શ્રીભગવતીસૂત્રના બીજા શતકના પાંચમા ઉદ્દેશકમાં જે પ્રશ્નોત્તરો આવે છે તે પણ પ્રત્યાખ્યાનની આ મહત્તા પર સુંદર પ્રકાશ પાડે છે. શ્રીગૌતમસ્વામી પૂછે છે : “હે ભગવન્તેવા પ્રકારના ઉપર જણાવેલા) શ્રમણ કે બ્રાહ્મણની પર્કપાસના કરનાર મનુષ્યને તેની સેવાનું ફળ શું મળે ?' ભગવાન ઉત્તર આપે છે : “હે ગૌતમ ! તેઓની પર્યાપાસનાનું ફળ શ્રવણ છે, અર્થાત્ તેઓની પર્યાપાસના કરનારને સન્શાસ્ત્ર સાંભળવાનું મળે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy