________________
મન્નત જિણાણે સઝાય ૦ ૧૯
(૩૦) છયે કાયના જીવો પ્રત્યે કરુણા રાખવી, એટલે કે નિર્ધ્વસ(કઠોર)-પરિણામી થવું નહિ.
(૩૧) ધર્મ-પરાયણ મનુષ્યોનો સંગ કરવો–સત્સંગ કરવો. (૩૨) ઇંદ્રિયો પર કાબૂ મેળવવો.
(૩૩) ચારિત્રની ભાવના રાખવી. પ્રતિદિન સૂતી વખતે શ્રાવકે કરવા યોગ્ય મનોરથો કરવા.
(૩૪) સંઘનું બહુમાન કરવું.
(૩૫) ધાર્મિક પુસ્તકો લખાવવા તથા તેનો યથાશક્તિ પ્રચાર કરવો.
(૩૬) જૈનશાસનની પ્રભાવના થાય તેવાં સઘળાં કામો કરવાં. '
આ કૃત્યો બરાબર ખ્યાલમાં રહે અને તે પ્રમાણે જીવન ગાળવામાં આવે તો શ્રાવક ઉત્તરોત્તર પોતાનો આત્મવિકાસ સાધી શકે અને જ્ઞાન, દર્શન તથા ચારિત્રની આરાધના માટે યોગ્યતા મેળવી શકે.
આ સૂત્ર પર તપાગચ્છીય શ્રીવિજયસેનસૂરિના શિષ્ય શ્રીવિનયકુશલે વિ. સં. ૧૬પ૦ની આસપાસ વૃત્તિ રચેલી છે.*
(૭) પ્રકીર્ણક આ સ્વાધ્યાયનું આધાર-સ્થાન શ્રીધર્મઘોષસૂરિશિષ્ય આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિએ રચેલી “વિચારસજ્જરી'નું અગિયારમું દ્વાર હોય તેમ જણાય છે. તેમનો સત્તાસમય મન:સ્થિરીકરણ પ્રકરણ, સારસંગ્રહ અને પરિગ્રહ-. પ્રમાણમાં ઉપલબ્ધ થતી ગાથાઓ પરથી વિક્રમની તેરમી સદી સંભવે છે.*
* પં. હી. હં. તરફથી વિ. સં. ૧૯૭૪માં પ્રકાશિત થયેલ છે. + सिरिजयसिंहमुणीसरवरकमलाण धम्मसूरीण । तच्चरणमहुयराणं महिंदसूरीण पासंमि ॥९८॥
[बारचुलसीए ।] बारसतेयासीए ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org