________________
૧૮ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
(૧૨) સદાચારી થવું.
(૧૩) બને તેટલી ‘તપશ્ચર્યા’ કરવી અને તે વડે દેહ તથા મનની શુદ્ધિ કરવાનો પ્રયત્ન કરવો.
(૧૪) “મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય' ભાવનાનું રહસ્ય વિચારી તે તે પ્રકારની ‘ભાવના' ભાવવી. અથવા અનિત્યત્વાદિ બાર પ્રકારની ભાવના ભાવવી.
(૧૫) ગુરુ પાસે ધાર્મિક અભ્યાસ કરવો તથા મનનીય પુસ્તકો વાંચવાં-વિચારવાં; અને શક્ય હોય તો સમજાયેલું તત્ત્વ બીજાને પણ અધિકાર જોઈને યોગ્ય શૈલીથી સમજાવવું.
(૧૬) પ્રતિદિન નમસ્કાર-મંત્રની યથાવિધિ ગણના કરવી. (૧૭) પરોપકાર-બુદ્ધિ રાખવી.
(૧૮) દરેક કામ સાવધાની-પૂર્વક કરવું. બને તેટલી દયા પાળવી. (૧૯) શ્રીજિનેશ્વરની નિત્ય ત્રિકાલપૂજા કરવી.
(૨૦) શ્રીજિનેશ્વરદેવના નામનો નિત્ય જાપ કરવો, તથા તેમના ગુણોનું કીર્તન કરવું.
(૨૧) સદ્ગુરુના ગુણોની સ્તુતિ કરવી.
(૨૨) સાધર્મિક ભાઈ-બહેનો પ્રત્યે પૂરી લાગણી રાખવી. (૨૩) વ્યવહાર શુદ્ધ રાખવો, એટલે કે પ્રામાણિક રહેવું. (૨૪) શ્રીજિનેશ્વરદેવની રથ-યાત્રાનો મહોત્સવ કરવો. (૨૫) પ્રતિવર્ષ કુટુંબ સાથે તીર્થ-યાત્રા કરવા જવું. (૨૬) કષાયોને પાતળા પાડવા.
(૨૭) વિવેક રાખવો, એટલે કે સત્યાસત્યનો તેમ જ હિતાહિતનો નિર્ણય કરવો,
(૨૮) સંવરની કરણી કરવી, સામાયિક વગેરે કરવાં.
(૨૯) બોલવામાં સાવધાની રાખવી. પ્રિય, પથ્ય તથા તથ્ય બોલવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org