SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ મન્નત જિણાણે સઝાય ૦ ૧૭ પછી કરવામાં આવે છે. પ્રસ્તુત સૂત્ર આવો જ એક સ્વાધ્યાય છે કે જે તેમાં દર્શાવેલા વિચારો પરથી “નિર્વ-શિવ- ગો' એટલે શ્રાવ-નિત્ય ત્ય-સ્વાધ્યાય' તરીકે ઓળખાય છે. તેના પ્રથમ શબ્દો પરથી તે “મન્નત જિણાણું” કે “મન્ડ જિણાણની સજઝાય પણ કહેવાય છે. આ સ્વાધ્યાય પોષધવ્રતમાં તથા પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણના આગલા દિવસે પ્રતિક્રમણ-પ્રસંગે બોલાય છે. તેમાં શ્રીજિનેશ્વરદેવના શાસનને માનનારા શ્રાવકે કેવાં કામો કરવાં જોઈએ, તેનું ટૂંકું પરંતુ સમુચ્ચયરૂપ દર્શન કરાવવામાં આવ્યું છે. આ દર્શનનો સાર એ પ્રત્યેક શ્રાવકે સદ્દગુરુના ઉપદેશ અનુસાર નીચેનાં કૃત્યો યથાશક્તિ કરવાં જોઈએ - (૧) જૈન સૂત્ર-સિદ્ધાંતમાં જે કામો કરવાની “આજ્ઞા' હોય તે જ કામો કરવાં, પણ તેથી વિપરીત કામો કરવાં નહિ. (૨) ભવ-ભ્રમણના મુખ્ય કારણરૂપ “મિથ્યાત્વ’ કે ખોટી સમજણનો ત્યાગ કરવો. (૩) “સમ્યક્ત'ને ધારણ કરવું એટલે કે દેવ, ગુરુ અને ધર્મ વિશે સાચી શ્રદ્ધા કેળવવી. (૪-૯) “સામાયિક, ચતુર્વિશતિ-સ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખાન” એ “કવિધ આવશ્યકો નિત્યકર્મ તરીકે કરવાં તથા તેનો મર્મ ગંભીર રીતે વિચારવો. સામાયિક વડે સમતાની વૃદ્ધિ કરવાની છે, ચતુર્વિશતિ-સ્તવ વડે પ્રભુ-ભક્તિમાં લીન થવાનું છે, વંદન વડે ગુરુ પ્રત્યે વિનય કેળવવાનો છે, પ્રતિક્રમણ વડે આત્મ-નિરીક્ષણની ટેવ પાડવાની છે, કાયોત્સર્ગ વડે ધ્યાનની તાલીમ લેવાની છે તથા પ્રત્યાખ્યાન વડે ત્યાગ-ભાવનાનો વિકાસ કરવાનો છે. (૧૦) અષ્ટમી, ચતુર્દશી આદિ “પર્વોએ પોષ વ્રત ધારણ કરવું અને સાધુ-જીવનનો યત્કિંચિત્ અનુભવ મેળવવો. (૧૧) શક્તિ મુજબ “દાન આપવું. પ્ર.-૩-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy