________________
સરલ છે.
૧૯૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૪) તાત્પર્યાર્થ
(૫) અર્થ-સંકલના
હે ભવ્ય જીવો ! તમે જિનેશ્વરની આજ્ઞાને માનો, મિથ્યાત્વનો ત્યાગ કરો, સમ્યક્ત્વને ધારણ કરો અને પ્રતિદિન છ પ્રકારનાં આવશ્યક કરવામાં ઉઘમવંત બનો.
૧.
વળી પર્વના દિવસોમાં પોષધ કરવો, દાન આપવું, સદાચાર પાળવા, તપનું અનુષ્ઠાન કરવું, મૈત્રી આદિ ઉત્તમ પ્રકારની ભાવના ભાવવી, પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં મગ્ન બનવું, નમસ્કારમંત્રની ગણના કરવી, પરોપકારપરાયણ બનવું અને બને તેટલું દયાનું પાલન કરવું. ૨.
પ્રતિદિન જિનેશ્વરદેવની પૂજા કરવી, નિત્ય જિનેશ્વરદેવની સ્તવના કરવી, હંમેશાં ગુરુદેવની સ્તુતિ કરવી, નિરંતર સાધર્મિક ભાઈઓ પ્રત્યે વાત્સલ્ય દાખવવો, વ્યવહારની શુદ્ધિ જાળવવી, તથા રથ-યાત્રા ને તીર્થ-યાત્રા કરવી. ૩.
કષાયોને શાંત પાડવા, વિવેક ધારણ કરવો, સંવરની કરણી કરવી, બોલવામાં સાવધાની રાખવી, છ કાયના જીવો પ્રત્યે કરુણાવંત બનવું, ધાર્મિક જનોનો સહવાસ રાખવો, ઇંદ્રિયોનું દમન કરવું, તથા ચારિત્ર લેવાનો પરિણામ રાખવો. ૪.
સંઘ ઉપર બહુમાન રાખવું, ધાર્મિક પુસ્તકો લખાવવાં અને તીર્થની પ્રભાવના કરવી, આ શ્રાવકનાં નિત્ય-કૃત્યો છે, જે સદ્ગુરુના ઉપદેશથી જાણવા યોગ્ય છે.
(૬) સૂત્ર-પરિચય
સૂત્ર-સિદ્ધાંતનું મૂળ રહસ્ય સર્વ કોઈ સારી રીતે સમજી શકે તે માટે તેમાં દર્શાવેલા નાના-મોટા અનેક વિષયો પ૨ ગીતાર્થોએ કુલકો અને સ્વાધ્યાયોની રચના કરેલી છે. આવાં કુલકો અને સ્વાધ્યાયોનું ખાસ પઠનપાઠન સામાયિક વખતે તથા પ્રતિક્રમણની ક્રિયામાં છ આવશ્યકો થઈ રહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org