________________
મનહ જિણાણે સજઝાય ૦ ૧૩
મન રૂતિ સંવ:' “અટકે છે કર્મ જેનાથી તે સંવર.”
“ઉપશમથી કષાયો પાતળા પડે છે, તેથી સમ્યગ્દર્શનનો લાભ થાય છે; “વિવેકથી તત્ત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેથી સમ્યજ્ઞાનનો લાભ થાય છે; અને “સંવર'થી નવાં કર્મો બંધાતાં અટકે છે, તેથી સમ્યફચારિત્રનો લાભ થાય છે. આમ આ ત્રણ પદોમાં રત્નત્રયીનાં બીજો રહેલાં છે.
માસ-તિરું-(ભાષા સમિતિ)-બોલવામાં સાવધાની રાખવી.
શ્રાવક જે વચન બોલે તે પ્રિય હોય. પથ્ય હોય અને તથ્ય પણ હોય. એટલે કે તે (૧) કઠોર ભાષાનો પ્રયોગ કરે નહિ કે અપશબ્દો બોલે નહિ. (૨) જે હિતકારી હોય તેવું જ બોલે અને અહિતકર બોલવા કરતાં મૌન રહેવાનું વધારે પસંદ કરે. (૩) જે વાત જેવી હોય તેવા પ્રકારે કરે પણ તેમાં ભેળ-સેળ કરીને તેના મૂળ આશયને વિકૃત ન કરે.
છMવ-વ -(ષટ્વીવ- )-છ કાયાના જીવો પ્રત્યે કરુણા રાખવી.
આ જગતનાં સમસ્ત પ્રાણીઓ છ-કાયમાં વહેંચાયેલાં છે. તે આ રીતે : “(૧) પૃથ્વીકાય, (૨) અપકાય, (૩) તેજસ્કાય, (૪) વાયુકાય, (૫) વનસ્પતિકાય અને (૬) ત્રસકાય.” આ છયે કાયના જીવો પ્રત્યે કરુણા રાખવી એ શ્રાવકનું કર્તવ્ય છે. તાત્પર્ય કે ગૃહસ્થાશ્રમને ચલાવી રહેલો શ્રાવક પૂલહિંસાથી તો સદંતર બચી શકતો નથી, પરંતુ મનમાં બને તેટલો કરુણાનો ભાવ રાખીને અહિંસા ધર્મનું પાલન કરી શકે છે.
મિન-સંતો-(ધાગિન-સંસ:)-ધાર્મિક માણસોનો સહવાસ રાખવો, ધર્મનિષ્ઠ મનુષ્યોનો સંગ કરો.
ધર્મ એવો નર તે ગન, તેનો સંપર્ક તે પf-નનસંસ. ધર્મ-ધર્મ-પરાયણ. ધર્મ-નિષ્ઠ. સંસ-સહવાસ, સોબત, સંગ. ધર્મપરાયણ કે ધર્મ-નિષ્ઠ માણસોની સાથે વધારે વખત રહેવું અથવા તેમના પરિચયમાં વિશેષ આવવું તે ધાર્મિઝન-સંસ કહેવાય છે. “સોબત તેવી અસર” અને “આહાર તેવો ઓડકાર' વગેરે ઉક્તિઓ આ સિદ્ધાંતનું સમર્થન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org