________________
૧૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
પૈસા પાછા આપવા જોઈએ. કદાચ કોઈ કારણસર તે સમયસર પાછા આપવાનું ન બની શકે, તો સામા ધણીને વસ્તુસ્થિતિ બરાબર સમજાવી તેના મનનું સમાધાન થાય તે રીતે કરવું જોઈએ. ટૂંકમાં શ્રાવકની રીત-ભાત એવી હોવી જોઈએ કે તેની સાથે ગમે તે પ્રકારનો વ્યાપાર-ધંધો કરતાં કે લેવડદેવડનું કામ કરતાં સામા માણસને જરા પણ સંકોચ થાય નહિ. “ધર્મનું મૂળ વ્યવહાર-શુદ્ધિ છે એ વાત સદૈવ યાદ રાખવી ઘટે.
-કત્તા-(રથયાત્રા)-૨થ-યાત્રા કરવી.
યોગ્ય રીતે શણગારેલા રથમાં શ્રીજિનેશ્વર ભગવાનની પ્રતિમાને સ્થાપના કરીને તે રથને નગરમાં ફેરવવો તે “રથયાત્રા' કહેવાય છે. આવી રથયાત્રા” શ્રાવકે વરસમાં ઓછામાં ઓછી એક વાર કરવી જોઈએ.
તિ-ન-(તીર્થયાત્રા)-તીર્થની યાત્રા કરવી.
શ્રાવકે વર્ષમાં એક વાર શત્રુંજય, ગિરનાર, આબુ, સંમેતશિખર વગેરે તીર્થો પૈકી એક કે વધારે “તીર્થની યાત્રા” કુટુંબ સાથે કરવી જોઈએ. આવી યાત્રા કરવાથી અને તીર્થની પવિત્ર ભૂમિની સ્પર્શના થતાં તથા ત્યાં રહેલાં ભવ્ય મંદિરો અને મૂર્તિઓનાં દર્શન થતાં ચિત્ત નિર્મળ થાય છે.
“તીર્થયાત્રા ની આવી પદ્ધતિથી કટુંબની દરેક વ્યક્તિમાં ધર્મના સંસ્કારોનું આરોપણ થાય છે તથા તેનો ઉત્તરોત્તર વિકાસ થતો જાય છે.
સંઘ કાઢીને “તીર્થયાત્રા કરવાનું પણ આ દૃષ્ટિએ ઉત્તમ ગણાય છે.
૩વસમ-વિવે-સંવર-(૩૫શમ: વિવે: સંવર:)-ઉપશમ, વિવેક અને સંવરને ધારણ કરવાં.
૩૫શન' એટલે કષાયની ઉપશાંતિ. વધારે સ્પષ્ટ કહીએ તો ક્રોધ, માન, માયા અને લોભનું અત્યંત શાંત થઈ જવું તે “ઉપશમ' કહેવાય છે. આ “ઉપશમ'નાં મુખ્ય લક્ષણો ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષ છે. એટલે શ્રાવક ક્ષમાવાન હોય, નમ્ર હોય, સરલ હોય અને સંતોષી હોય.
વિવેક” એટલે સત્યાસત્યની પરીક્ષા કે કર્તવ્યાકર્તવ્યની સમજણ. એને સાદી ભાષામાં બુદ્ધિ કહી શકાય. એટલે શ્રાવક સદૈવ સબુદ્ધિ રાખે.
“સંવર' એટલે નવાં કર્મો બંધાતાં અટકે તે જાતની પ્રવૃત્તિ. “સંસ્કૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org