________________
‘મન્નહ જિણાણું’ સજ્ઝાય ૧૧
ત્રિવિધ પૂજા પ્રતિદિન કરવી જોઈએ. તેની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર
૨૦-૬.
નળ-થુપ્પાં-(ગિન-સ્તવનમ્⟩-જિનની સ્તુતિ કરવી.
શ્રીજિનેશ્વરદેવનું સ્તવન કેવી રીતે કરવું જોઈએ ? તેની વિગત માટે જુઓ : ભાગ પહેલો, પરિશિષ્ટ ત્રીજું.
ગુજ્જુઅ-(ગુરુ-સ્તવઃ)-ગુરુની સ્તુતિ કરવી.
સંસાર-સાગરનો પાર પામવા માટે ગુરુ-કૃપાની જરૂર છે, અને ગુરુકૃપા પ્રાપ્ત કરવા માટે તેમનો ઉચિત વેયાવચ્ચ (સેવા) કરવાની આવશ્યકતા છે. આ વેયાવચ્ચમાં ભક્ત (આહાર), પાન, ઔષધ, વસ્ત્ર, પાત્ર, વસતિ વગેરેનાં દાનનો તથા સદ્ભૂતગુણ-કીર્તનરૂપ સ્તુતિનો સમાવેશ થાય છે.
સાઇમ્બિંગાળનાં-(સામિાનાં વાસત્યમ્)-સમાન ધર્મવાળા પ્રત્યે પ્રેમભાવ રાખવો.
‘સમાનેન ધર્મેળ દરતીતિ સાથમિઃ'-સરખા ધર્મ વડે ચાલે-પોતાનું જીવન ગાળે તે સાધર્મિક. વાત્સલ્ય-સ્નેહ, પ્રેમ કે આદરભાવ. શ્રાવક બીજાને જૈન ધર્મ પાળતો જોઈને તેના પ્રત્યે જે સ્નેહ, પ્રેમ કે આદરભાવ બતાવે, તેને ‘સાધર્મિક-વાત્સલ્ય' કહેવાય છે.
વવહારસ્પ ય સુદ્ધી-(વ્યવહારસ્ય ૬શુદ્ધિઃ)-અને વ્યવહાર-શુદ્ધિ રાખવી. લેવડ-દેવડમાં પ્રામાણિકપણું જાળવવું.
પૈસા કે માલની લેવડ-દેવડનો સંબંધ ‘વ્યવહાર’ કહેવાય છે. તેમાં શ્રાવકે પૂરેપૂરી પ્રામાણિકતા રાખવી જોઈએ. એટલે કે પૈસાને બદલે માલ આપવાનો હોય તે માલ બરાબર કહ્યા મુજબ, ભેળ-સેળ વિનાનો તથા સમયસર આપવો જોઈએ અને બીજાનો માલ લેવા બદલ જે કાંઈ પૈસા આપવાના હોય, તે બરાબર ચૂકવી આપવા જોઈએ. વળી કોઈએ પોતાને ત્યાં થાપણ મૂકી હોય, તો તે લેવા આવ્યેથી તે જ રૂપે પાછી આપવી જોઈએ અથવા પોતે કોઈની પાસેથી કરજે પૈસા લીધા હોય, તો વાયદા મુજબ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org