________________
૧૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અર્થ બનતા પ્રયાસે, બનતી કાળજીથી જીવદયાનું-અહિંસાનું પાલન કરવું એવો થાય છે.
શ્રાવકને સવા વિશ્વાવસા)ની દયા કહેલી છે, તે આ જયણાના આધારે જ કહેલી છે. જો શ્રાવક પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓમાં આ જયણાનો સિદ્ધાંત સાચવે નહિ તો એ સવા વિશ્વા જેટલી દયાનું પાલન પણ મુશ્કેલ છે, તેથી શ્રાવકે “જયણા” અવશ્ય કરવાની છે. જેમ કે-(૧) અણગળ પાણી વાપરવું નહિ; (૨) રહેવાની તથા વાપરવાની જગા મુલાયમ પૂંજણીથી વાળવી; (૩) છાણાં, લાકડાં કે અન્ય જાતનું બળતણ બરાબર તપાસવું કે જેથી તેમાં કોઈ જીવ-જંતુ આવી જાય નહિ; (૪) અનાજને બરાબર સાફ કરવું, ચાળવું અને ઓછામાં ઓછી જીવોત્પત્તિ થાય તે રીતે સાચવી રાખવું, તથા તેનો ઉપયોગ કરતી વખતે તેમાં કોઈ પણ જીવ-જંતુ ચઢી નથી ગયું કે ઉત્પન્ન નથી થયું તેની બરાબર ખાતરી કરવી; (૫) સડેલાં શાક-ભાજી વાપરવાં નહિ તથા સારાં શાક-ભાજીને સમારવામાં પણ કાળજી રાખવી જેથી તેમાં કોઈ જીવ-જંતુ કપાઈ જાય નહિ; (૬) ઘંટી તથા ખાંડણિયા વગેરેને પણ પૂંજીને જ વાપરવાં; (૭) એઠું મૂકવું નહિ; (૮) વધેલી રસોઈ એવી રીતે ન ફેંકવી કે જેથી ગંદકી થાય અને જીવોત્પત્તિ થાય; (૯) ઘી, તેલ, દૂધ વગેરેનાં ઠામો ઉઘાડાં રાખવાં નહિ; (૧૦) લોટ વગેરે કાલમર્યાદા કરતાં અધિક વખત રાખવાં નહિ; (૧૧) સાંજે રાંધેલી વસ્તુઓ પૈકી ભાત, ખીચડી, દાળ, શાક વગેરે બીજા દિવસે સવારે વાપરવાં નહિ; (૧૨) પાણી જરૂરથી અધિક વાપરવું નહિ; (૧૩) અગ્નિ જરૂરથી અધિક પ્રકટાવવો નહિ; (૧૪) વીંઝણા વગેરે જરૂર કરતાં વધારે રાખવા નહિ; (૧૫) માલ-મિલકતની મર્યાદા કરવી; (૧૬) કોઈની સાથે બોલતી વખતે પૂરતો વિનય અને વિવેક જાળવવો; (૧૭) કોઈની સાથે લેણ-દેણ કરતી વખતે સામાનું અહિત થાય તે રીતે વર્તવું નહિ. આ પ્રમાણે નાનામોટા તમામ વ્યવહારોમાં દયાધર્મનું પાલન થાય, તે રીતે અત્યંત કાળજી કે સાવધાનીથી વર્તવું.
નિ--(નિન-પૂના)-જિનેશ્વરની પૂજા કરવી. શ્રાવકે જિનેશ્વરની અંગ-પૂજા, અગ્ર-પૂજા અને ભાવ-પૂજા એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org