________________
૧૪૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સૂર્ય ઊગ્યા પછી (બે ઘડી* સુધી) (૧) નોકારસી (૨) પોરિસી (૩) સાઢપોરિસી (૪) પુરિમઢ (૫) અવઢ (૬) ગાંઠસહિત* (૭) મૂઠી સહિત*-એ પ્રત્યાખ્યાન ચારે પ્રકારના આહારનું કર્યું તથા (૮) આયંબિલ (૯) નિવી*(૧૦) એગલઠાણ* (૧૧) એગાસણ (૧૨) બિયાસણ-એ ત્રણે પ્રકારના આહારનું પચ્ચખાણ કર્યું. એ પ્રત્યાખ્યાનની છ ભાવ વિશુદ્ધિ (૧) પચ્ચખાણ કરવાના કાળે વિધિપૂર્વક પચ્ચકખાણ પ્રાપ્ત કર્યું. (૨) કરેલા પચ્ચક્ખાણનું વારંવાર સ્મરણ કરીને પાલન કર્યું. (૩) પોતે લાવેલા-પોતાને અંગેના આહારમાંથી ગુરુ આદિને ભક્તિ નિમિત્તે આપીને વધે તેટલું જ વાપરીને નિર્વાહ કર્યો. (૪) પચ્ચકખાણનો સમય પૂર્ણ થવા ઉપરાંત થોડો વધારે સમય પસાર કર્યો. (૫) ભોજન સમયે ભૂલ ન થાય માટે પચ્ચખાણને પુનઃ યાદ કર્યું. (૬) આરાધિત-એ પાંચેય શુદ્ધિપૂર્વક પચ્ચક્ખાણનું પાલન કર્યું અને જો આ પ્રકારે છ શુદ્ધિપૂર્વક પચ્ચકખાણ ન આરાધ્યું હોય તો તે સંબંધી મારું પાપ દુષ્કૃત) મિથ્યા થાઓ, નાશ પામો.
૨. તિવિહાર ઉપવાસનું પચ્ચકખાણ પારવાનું સૂત્ર.
સૂર્ય ઊગ્યા પછી ત્રણ પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કર્યું. તથા પોરિસી, સાઢપોરિસી, પુરિમઢ, અવઢ, મુઢિસહિય, એ પ્રત્યાખ્યાન પાણીનો આહાર છોડી દેવા માટેનું કર્યું. તથા એ પ્રત્યાખ્યાનની છ ભાવ
* પ્રત્યાખ્યાનનો અવસ્થાન કાલ ઓછામાં ઓછો બે ઘડી સુધીનો હોય છે. + શ્રી નમસ્કારમંત્રનું સ્મરણ કરીને ગંઠિસહિતની ગાંઠ છોડવી તે ગીતાર્થો આ
(ગંઠિસહિત)નું ફળ અનશનના જેટલું કહે છે. X “મૂઠી સહિત' નામનું પ્રત્યાખ્યાન જ્યારે પારવું હોય ત્યારે એકઆસને બેસીને હાથની
મૂઠી વાળીને એક અથવા ત્રણ વાર નવકારમંત્રનો પાઠ બોલવામાં આવે છે. છે “અંબિલ, નીરસજલ, દુષ્પાય,ધાતુશોષણ, કામઘ્ન, મંગલ, શીત' એ આયંબિલના
એકાર્થી શબ્દો છે. તેમાં લૂખું-સૂકું ભોજન જમવાનું હોય છે. • આ પ્રત્યાખ્યાનમાં ઘી વગેરે છ વિગઈ-વિકૃતિઓનો ત્યાગ કરવામાં આવે છે. * આ પચ્ચખાણમાં જમણો હાથ અને મુખ સિવાય, બધાં અંગોપાંગ સ્થિર રાખવાં.
અને જમતી વખતે જ ઠામચવિહાર કરવાનો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org