SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ આચાર્ય શ્રીહરિભદ્રસૂરિએ સંબોધપ્રકરણ પૃ. ૫૮ માં આલોચનાના અધિકારમાં તેના પર્યાય શબ્દો આ રીતે આપેલ છે : अंबिलं नीरसजलं, दुप्पाय धाउ-सोसणं । कामग्धं मंगलं सीयं, एगट्ठा अंबिलस्सावि ॥९८॥ અંબિલ, નીરસ જલ, દુષ્પાય, ધાતુ-શોષણ, કામઘ્ન, મંગલ, શીત એ આયંબિલના એકાર્થી શબ્દો છે. દિ-૭] મલમર્દ [પાર્થ-ઉપવાસને. મન મર્થ માર્ચ, માઈ અમર્થ. મ-ભોજન. અર્થપ્રયોજન. જેમાં ભોજન કરવાનું પ્રયોજન નથી તે અમર્થ. “ો માં ગઠ્ઠો gોય – તો અમો ' પ્રિ. સ્વ.] તેનો પર્યાયવાચી શબ્દ ઉપવાસ છે. તે માટે શ્રીહરિભદ્રસૂરિએ સં. પ્ર. પૃ. ૫૮ માં આલોચનાના અધિકારે કહ્યું છે કે - - મુન્નો સો થી, નિષ્પાવો ૩ત્તનો મUTIછે ! चउप्पाओऽभत्तट्ठो, उबवासो तस्स एगट्ठा ॥१९॥ મુક્ત, શ્રમણ, ધર્મ, નિષ્પાપ, ઉત્તમ, અણાહાર, ચતુષ્પાદ અને અભક્ત એ ઉપવાસના એકાર્થી શબ્દો છે. ઉપવાસ બે પ્રકારે કરવામાં આવે છે. એકમાં અશન, ખાદિમ અને સ્વાદિમ એ ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે, જેને તિવિ(હા)હાર ઉપવાસ [ત્રણ આહારના ત્યાગવાળો ઉપવાસ કહે છે અને બીજામાં ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે જેને ચઉવિ(હા)હાર ઉપવાસ (ચારે આહારના ત્યાગવાળો ઉપવાસ) કહેવામાં આવે છે. (૮) પાહિ-[પાનીયાહા ]-પાણહાર નામનું (પ્રભાતનું) પ્રત્યાખ્યાન. છઠ્ઠ આદિ (અટ્ટમ, અઢાઈ વગેરે સોળ ઉપવાસ સુધીના લીધેલ) પ્રત્યાખ્યાનવાળાને બીજા ઉપવાસના દિવસથી પ્રત્યાખ્યાન પર્યત દરરોજ પ્રભાતે આ “પહાર'નું પ્રત્યાખ્યાન લેવાનું હોય છે. આ પ્રત્યાખ્યાનથી (પોરિસી-આદિ સમય સુધી) પાણીના આહારનો ત્યાગ કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy