________________
૭૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
(૫) કારણ વગર ગુરુની બાજુમાં ઊભા રહેવું. (૬) કારણ વગર ગુરુની પાછળ તદ્દન નજીક ઊભા રહેવું. (૭) કારણ વગર ગુરુની આગળ બેસવું. (૮) કારણ વગર ગુરુની બાજુમાં બેસવું. (૯) કારણ વગર ગુરુની પાછળ નજીક બેસવું. (૧૦) ગુરુની પહેલાં સ્પંડિલ-ભૂમિમાં પાછા ફરવું. (૧૧) ગુરુ વાતચીત કરે તે પહેલાં પોતે વાતચીત કરવી. (૧૨) સાથે બહારથી આવ્યા છતાં પહેલાં “ગમણાગમગેની
આલોચના કરવી. (૧૩) ગોચરી બીજા પાસે આલોચ્યા પછી ગુરુ પાસે આલોચવી. (૧૪) ગોચરી બીજાને બતાવીને ગુરુને બતાવવી. (૧૫) ગુરુની રજા વિના વધારે ગોચરી કોઈને આપી દેવી. (૧૬) પ્રથમ બીજાને નિમંત્રણ આપી પછી ગુરુને નિમંત્રણ દેવું. (૧૭) ગુરુને જે તે આપી દઈ સારું સારું પોતે લઈ લેવું. (૧૮) ગુરુ રાતમાં જાગવા કે ઊંઘવાનો પ્રશ્ન પૂછે, પણ તેનો
જવાબ ન દેવો. (૧૯) રાત્રિ સિવાયના વખતમાં પણ જવાબ ન આપવો. (૨૦) ગુરુ મહારાજ બોલાવે તો આસન પર બેઠાં બેઠાં કે
શયનમાં સૂતાં સૂતાં જવાબ આપવો. (૨૧) ગુરુ બોલાવે તો “શું છે? શું છે ?' એમ બોલવું. (૨૨) ગુરુને તુંકારાથી બોલાવવા. (૨૩) “તમે ય આળસુ છો' એમ કહી તેમણે કહેલું કામ ન કરવું. (૨૪) ઘણા ઊંચા અને કર્કશ સ્વરથી વંદન કરવું: (૨૫) ગુરુ વાતચીત કરતા હોય કે ઉપદેશ આપતા હોય, ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org