________________
સુગુરુ-વંદન સૂત્ર ૦ ૬૭
૨૦. રાજી રાખવા વંદન કરવું તે. ૨૧. નિંદા કરતાં વંદન કરવું તે. ૨૨. વંદન કર્યું-ન કર્યું ને બીજી વાતોમાં વળગવું તે. ૨૩. કોઈ દેખે તો વંદન કરે, પણ અંધારું કે આંતરો હોય તો ઊભો
રહે તે. ૨૪. આવર્ત વખતે હાથ બરાબર લલાટે ન અડાડે તે. ૨૫. રાજ-ભાગ ચૂકવવાની માફક તીર્થંકરની આજ્ઞા સમજીને વંદન
કરે તે. ૨૬. લોકાપવાદમાંથી બચવા માટે વંદન કરે તે. ૨૭. રજોહરણ તથા મસ્તકને બરાબર સ્પર્શ ન કરે તે. ૨૮. ઓછા અક્ષરો બોલે તે. ૨૯. વંદન કરીને “મયૂએણ વંદામિ' ખૂબ ઊંચેથી બોલે તે. ૩૦. બરાબર ઉચ્ચાર કર્યા વિના મનમાં જ બોલે તે. ૩૧. ખૂબ ઊંચેથી બોલીને વંદન કરે તે. ૩૨. હાથ ભમાવીને બધાને એકીસાથે વંદન કરે તે.
વંદન કરતી વખતે શિષ્યને છ સ્થાન સાચવવાનાં હોય છે. તે માટે કહ્યું છે કે
"इच्छा य अणुन्नवणा, अव्वाबाहं च जत्त-जवणा य । अवराह-खामणा चिय, छटाणा हंति वन्दणए ॥" -આવશ્યક-નિર્યુક્તિ ગા. ૧૨૧૮ (આ. હા. પત્ર ૫૪૮).
“ગુરુ-વંદન'માં “ઈચ્છા(નિવેદન), અનુજ્ઞાપન, અવ્યાબાધ(પૃચ્છા), યાત્રા(પૃચ્છા), યાપના(પૃચ્છા) અને અપરાધક્ષમાપના” એ છ સ્થાન હોય છે.
૧. ઇચ્છા-નિવેદન-સ્થાન इच्छामि खमासमणो ! वंदिउं जावणिज्जाए निसीहिआए-3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org