________________
૬૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ એવી રીતે દ્વાદશાવર્ત વંદન કરતી વખતે પચીસ આવશ્યક સાચવવાં જ જોઈએ.
ગુરુને વંદન કરતી વખતે ટાળવા યોગ્ય ૩૨ દોષોની યાદી નીચે મુજબ છે :
૧. આદરહીનતા હોવી તે. ૨. અક્કડાઈ રાખવી તે. ૩. ઉતાવળ કરવી તે ૪. સૂત્રોનો અવ્યક્ત ઉચ્ચાર કરવો તે. ૫. કૂદકો મારીને વંદન કરવું તે. ૬. પરાણે વંદન કરવું તે. ૭. આગળ-પાછળ હલન-ચલન કરવું તે. ૮. વંદન-સમયે ફર્યા કરવું (જલમાં માછલાંની જેમ) તે.
૯. મનમાં દ્વેષ રાખીને વંદન કરવું તે. ૧૦. બે હાથ ઘૂંટણની બહાર રાખીને વંદન કરવું તે. ૧૧. ભયથી વંદન કરવું તે. ૧૨. અન્ય પણ મને વંદન કરશે, માટે હું વંદન કરું એવી બુદ્ધિથી
વંદન કરવું તે. ૧૩. મૈત્રીની ઈચ્છાથી વંદન કરવું તે. ૧૪. હોશિયારી બતાવવા વંદન કરવું તે. ૧૫. સ્વાર્થબુદ્ધિથી વંદન કરવું તે. ૧૬. ચોરી-છૂપીથી વંદન કરવું તે. ૧૭. અયોગ્ય વખતે વંદન કરવું તે. ૧૮. ક્રોધથી વંદન કરવું તે. ૧૯. ઠપકાથી વંદન કરવું તે.
-
-
,
,
,
, ,
,
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org