________________
૪૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
કોરિયા-ઊણોદરી તપ. આહારના પ્રમાણ માટે કહ્યું છે કે :"बत्तीसं किर कवला, आहारो कुच्छि-पूरओ भणिओ । पुरिसस्स महिलिआए, अठ्ठावीसं हवे कवला ॥ कवलाण य परिमाणं, कुक्कुडि-अंडय-पमाणमेत्तं तु । जो वा अविगिअ-वयणो, वयणम्मि छुहेज्ज वीसत्थो ॥"
“પેટ ભરવાને માટે પુરુષનો આહાર બત્રીશ કવલ (કોળિયો) પ્રમાણ અને સ્ત્રીનો આહાર અઠ્ઠાવીસ કવલ-પ્રમાણ કહ્યો છે. તેમાં કવલનું પ્રમાણ કુકડીના ઈંડા જેટલું સમજવું, અથવા તો મોટું ખાસ પહોળું કર્યા સિવાય માણસ સરળતાથી મોઢામાં મૂકી શકે તેટલું સમજવું.”
આ પ્રમાણથી ઓછું ખાવાનો વિવિધ પ્રકારનો નિયમ, તે ઊનોદરિકા' તપ છે.
વિત્તી સંવેવળ-વૃત્તિ સંક્ષેપ.
આ તપ સાધુઓને માટે ગોચરીના અભિગ્રહરૂપ હોય છે. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ચાર પ્રકારનું હોય છે. જેમ કે અમુક સ્થિતિમાં રહેલો સાથવો મળે તો લેવો, એ ‘દ્રવ્ય અભિગ્રહ’, અમુક ચોક્કસ સ્થાનમાં રહેલી વ્યક્તિઓના હાથે આહારાદિ મળે તો જ લેવો, તે “ક્ષેત્ર-અભિગ્રહ. બધા સાધુ ગોચરી ગયા પછી ગોચરી લેવા જવું. તે “કાલ-અભિગ્રહ અને દાતા હસતો, રડતો કે અમુક ભાવવાળો હોય અને આપે તો જ લેવું. તે
ભાવ-અભિગ્રહ'. શ્રી મહાવીરસ્વામીએ ધારણ કરેલો અતિકઠિન અભિગ્રહ ચંદનબાલા દ્વારા પૂર્ણ થયો હતો, તે વાત સુપ્રસિદ્ધ છે. આ અભિગ્રહ વૃત્તિસંક્ષેપ નામક તપનો એક પ્રકાર હતો.
શ્રાવકો પણ ખાન-પાનનાં દ્રવ્યાદિની સંખ્યા ઘટાડીને જુદી જુદી અનેક રીતે આ તપ કરી શકે છે.
રણ-વાબો-રસ-ત્યાગ, વિકૃતિનો ત્યાગ. રસનું સેવન મન, વચન અને કાયામાં વિકૃતિ લાવે છે. માટે તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org