________________
નાણમિ દંસણમ્પિ સૂત્ર ૪૧ વિકૃતિ'ના સૂચક નામથી ઓળખવામાં આવે છે.
“વિડુિં વિશીગો, વિર્ય નો ૩ મુંઝણ સાહૂ ! विगई विगइ-सहावा, विगई विगई बला नेइ* ॥१॥"
વિગતિ એટલે દુર્ગતિ. દુર્ગતિથી ભય પામેલો સાધુ વિકૃતિ કરનાર એટલે કે દુર્ગતિમાં ગમન કરાવનાર-વિગઈ(રસવાળા પદાર્થો)નું જો ભોજન કરે તો વિકાર કરવાના સ્વભાવવાળી વિગઈ તેને બલાત્કારે દુર્ગતિમાં લઈ જાય છે.
આ “વિકૃતિ' સ્વરૂપની દષ્ટિએ ત્રણ પ્રકારની છે : “(૧) દ્રવરૂપ, (૨) પિડરૂપ અને (૩) દ્રવ-પિંડરૂપ.” જો પ્રવાહી હોય, તે “દ્રવરૂપ' કહેવાય જેમ કે દૂધ, મધ, તેલ વગેરે. જે પિંડ જેવી હોય તે “પિંડરૂપ’ કહેવાય. જેમ કે માખણ અને પક્વાન્ન, અને જે દ્રવ અને પિંડ બંનેના મિશ્રણરૂપ હોય, તે દ્રવ-પિંડરૂપ” કહેવાય. જેમ કે ઘી, ગોળ, દહીં વગેરે.
વિકૃતિના મુખ્ય ભેદો ૧૦ છે : (૧) મધ, (૨) મદિરા, (૩) . માખણ, (૪) માંસ, (૫) દૂધ, (૬) દહીં, (૭) ઘી, (૮) તેલ, (૯) ગોળ, (૧૦) પક્વાન. તેમાંથી પહેલી ચાર મહાવિકૃતિ હોઈ સર્વથા ત્યાજય ગણાયેલી છે, જ્યારે બીજી છનું બને તેટલું ઓછું સેવન કરવાનું છે. આ વિકૃતિના ઉત્તરભેદો વગેરે પ્રત્યાખ્યાનના વિવેચનમાંથી જોઈ લેવા.
વાય-વિન્ટેસ-તિતિક્ષા.
કાય-ક્લેશ” શબ્દથી અહીં અજ્ઞાનકષ્ટ સમજવાનું નથી, જેમ કે ઠંડા પાણીમાં ઊભા રહેવું, પંચાગ્નિ તાપની આતાપના લેવી, ઝાડની ડાળીએ ઊંધે માથે લટકી રહેવું વગેરે. કારણ કે તેમાં જીવોની હિંસા રહેલી છે તથા સંયમના સાધનરૂપ દેહ અને ઇંદ્રિયોની પ્રત્યક્ષ હાનિ થાય છે. પરંતુ અહીં સમજણપૂર્વકની તિતિક્ષા સમજવાની છે. માટે શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ૩૦મા અધ્યયનમાં કહ્યું છે કે
"ठाणा वीरासणाईया, जीवस्स उ सुहावहा । उग्गा जहा धरिज्जंति, कायकिलेसं तमाहियं ॥२७॥"
* પચ્ચખાણ ભાષ્ય ગાથા ૪૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org