________________
તેનું પાલન આવશ્યક મનાયું છે.
શ્રાવક પ્રતિક્રમણની ક્રિયા કરે છે, તે મુખ્યત્વે ‘પંચાચાર'ની શુદ્ધિ માટે કરે છે. જેમ કે ‘૪ પન્નુવિધાનારાતિારવિષ્ણુર્થાં શ્રાવ: પ્રતિમાં જોતિ ।' (શ્રાદ્ધ-પ્રતિક્રમણસૂત્ર-વૃત્તિ); શ્રીજયચંદ્રસૂરિએ પણ પ્રતિક્રમણહેતુગર્ભના પ્રારંભમાં એ જ હકીકત જણાવી છે કે ‘પશ્ચાત્તાવિશુર્વ્યર્થ શ્રીગુરુસમાં, તવિદ્ધે સ્થાપનાવાય સમક્ષ વા પ્રતિમાં વિધેયમ્' એટલે શ્રાવક પ્રતિક્રમણની ક્રિયા ખાસ કરીને ‘પંચાચાર'ની વિશુદ્ધિ અર્થે કરે છે. આ ક્રિયામાં આચાર અંગે જે જે અતિચારો લાગ્યા હોય, તેનું ચિંતન કરવા માટે પ્રસ્તુત ગાથાઓનું સ્મરણ કાયોત્સર્ગમાં કરવામાં આવે છે. તેમાં આચારના ભેદોમાં જે જે ક્ષતિઓ થઈ હોય, તે અતિચાર છે એમ સમજવાનું છે. અહીં ‘ચારિત્રાચાર’ અંગે શ્રાવકે સામાયિક અને પોષધાદિ ક્રિયાઓમાં સમિતિ અને ગુપ્તિનું પાલન અવશ્ય કરવાનું છે તથા બાકીના સમયમાં પણ તેનો આદર્શ દૃષ્ટિ-સમક્ષ રાખીને વર્તવાનું છે. એટલે કે તેનું ગમનાગમન પતના-પૂર્વક હોય (ઈર્યા-સમિતિ), તેનો વાણીવ્યવહાર યતના-પૂર્વક હોય (ભાષા સમિતિ), તે ભોજનપાણી યતના-પૂર્વક ગ્રહણ કરે (એષણા-સમિતિ), તે વસ્તુઓની લે-મૂક યતના-પૂર્વક કરે (આદાન-નિક્ષેપ-સમિતિ), તે નકામી વસ્તુઓ ફેંકી દેવામાં પૂરતી યતના રાખે (પારિષ્ઠાપનિકા-સમિતિ), તથા તે મન, વચન તથા કાયાનો બને તેટલો નિગ્રહ કરે (મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ).
એમાં જે જે ક્ષતિઓ થઈ હોય, તે ‘અતિચાર’. અભિતાડ઼-અખાનીવી-કંટાળા વગર અને આજીવિકાના હેતુથી
રહિત.
૩૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
‘તપાચાર’નું આ વિશેષણ છે. તેમાં ‘તપાચાર’ની મુખ્ય બે શરતો જણાવી છે : એક તો તે પરાણે-પરાણે કે કંટાળા-પૂર્વક કરવું ન જોઈએ અને બીજું તેમાં આજીવિકાનો હેતુ હોવો ન જોઈએ. એટલે કે તપ કરવાથી ઘરખર્ચમાં કરકસર થશે અથવા તો બીજા સમાનધર્મીઓ મારી ભક્તિ કરશે, એવા વિચારને આધીન થઈને તપનું અનુષ્ઠાન કરવાનું નથી. તે શુદ્ધ કર્મનિર્જરાના હેતુથી જ કરવાનું
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org