________________
૫૦૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
વિદેશથી આવ્યો, ત્યારે મહેલની આવી દશા જોઈને ખૂબ જ ક્રોધે ભરાયો અને પોતાની આજ્ઞામાં નહિ રહેનારી તથા પૂરેપૂરી પ્રમાદી એવી તે સ્ત્રીને કાઢી મૂકી. પછી નવો મહેલ બંધાવી બીજી સ્ત્રીને પરણ્યો અને પાછો વિદેશ જવા રવાના થયો. તે વખતે તેણે પોતાની નવપરિણીતા સ્ત્રીને કહ્યું કે-“આ મહેલને તું બરાબર સાચવજે અને તેની સાફસૂફ કરજે. જો એમાં પ્રમાદ કે આળસ થઈ અને મહેલને કંઈ પણ નુકસાન પહોંચ્યું તો તને મારી નાખીશ.” આથી તે સ્ત્રી દિવસમાં ત્રણ વખત મહેલનું બારીક નિરીક્ષણ કરતી અને કંઈ પણ તૂટ્ય-ફૂટ્ય જણાય કે તેને તરત જ સમરાવી લેતી.
કાલક્રમે વણિક પરદેશથી કમાઈને આવ્યો, ત્યારે મહેલને હતો તેવો જ જોઈને અત્યંત પ્રસન્ન થયો અને તે સ્ત્રીને તેણે સર્વસ્વની સ્વામિની બનાવી.
તાત્પર્ય કે પ્રથમ સ્ત્રીએ મહેલની સાર-સંભાળ-પરિચર્યા બરાબર કરી નહિ, તેથી મહેલ પડી ગયો, તેમ જે મુમુક્ષુ પોતાના સંયમ કે વ્રતની યોગ્ય સાર-સંભાળ-પરિચર્યા કરતા નથી, તેમનો સંયમ કે તેમનું વ્રત ખંડિત થાય છે અને પરિણામે પહેલી સ્ત્રીના જેવો દુઃખી થાય છે; જ્યારે સંયમ કે વ્રતની નિયમિત સાર-સંભાળ-પરિચર્યા કરવાથી તે સલામત રહે છે અને બીજી સ્ત્રીની માફક સુખી થાય છે. આ રીતે લીધેલા વ્રતની સાર-સંભાળ કે પરિચર્યા કરવી તે “પ્રતિચરણા' કહેવાય છે. (૩) “પરિહરણા” ઉપર દૂધની કાવડનું દૃષ્ટાંત
એક ગૃહસ્થને બે બહેનો હતી. તેને જુદા જુદા ગામમાં પરણાવી. પછી તે ગૃહસ્થને એક પુત્રી થઈ અને બન્ને બહેનોને એક એક પુત્ર થયો. હવે બન્ને બહેનોએ પોતપોતાના પુત્ર માટે તે પુત્રીની માગણી કરી. ત્યારે ભાઈએ કહ્યું કે-“તમારે પુત્રો બે છે અને મારે પુત્રી એક જ છે. માટે તમારા બન્ને પુત્રોને અહીં મોકલો. તેમાં જે પુત્ર પરીક્ષામાંથી પસાર થશે, તેને મારી પુત્રી પરણાવીશ. એટલે બન્ને બહેનોએ પોતાના પુત્રોને તેમના મામાની પાસે મોકલ્યા. પછી મામાએ કાવડ આપી તે બન્નેને કહ્યું કે “કાવડની બને બાજુ એક એક ઘડો રાખી પાસેના ગોકુળમાંથી દૂધ ભરી આવો.' એટલે તેઓ ગોકુળ ગયા અને કાવડની બન્ને બાજુ દૂધનો ભરેલો એક એક ઘડો મૂકીને રવાના થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org