________________
વંદનક યાને ગુરુ-વંદનનો મહિમા ૪૭૯
(૬) પડાવશ્યકમાં વંદના શા માટે ?
આત્મ-વિશુદ્ધિ માટે યોજાયેલી પડાવશ્યકની લોકોત્તર ક્રિયામાં ચતુર્વિશતિ-સ્તવ અને વંદનકને પણ આ જ કારણે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થયેલું છે. સમત્વની સિદ્ધિ માટે કૃતનિશ્ચય થયેલો મુમુક્ષુ પ્રથમ ચતુર્વિશતિસ્તવ વડે અહિંન્તો અને સિદ્ધોને ભાવપૂર્વક વંદના કરે છે તથા તેમના સદ્દભૂત ગુણોનું કીર્તન કરીને દર્શનાચારની શુદ્ધિ કરે છે તથા ગુરુની સંયમયાત્રા વગેરેના પ્રશ્ન પૂછી પોતાથી જાણતાં-અજાણતાં થયેલી આશાતના માટે મન, વચન અને કાયાથી ક્ષમા માગે છે અને એ રીતે જ્ઞાનાચારની વિશુદ્ધિ કરે છે. આ રીતે દર્શનાચાર અને જ્ઞાનાચારથી વિશુદ્ધ થયેલો મુમુક્ષુ પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાનનો સાચો અધિકારી બને છે કે જે દ્વારા તે ચારિત્ર, તપ અને વીર્યને લગતા આચારોની ક્રમશઃ શુદ્ધિ કરીને પોતાનું અભીષ્ટ સાધવામાં સફળ થાય છે. આ રીતે વંદનક એ આધ્યાત્મિક અનુષ્ઠાનની સંપૂર્ણ સફળતા માટે પૂર્વસેવારૂપ છે અને તેથી તે નિતાન્ત આવશ્યક છે. (૭) ગુરુની આવશ્યકતા
આધ્યાત્મિક જીવનની સફળતા માટે ગુરુની છત્રછાયા આવશ્યક છે, તેથી જ “શ્રીદશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે “આ લોક અને પરલોકમાં હિતકર એવા ધર્મનું જ્ઞાન મેળવવા માટે શિષ્ય બહુશ્રુત ગુરુને વિનય અને આત્મનિગ્રહપૂર્વક સેવવા તથા તેમને પદાર્થોનો નિર્ણય પૂછવો.” શ્રીહરિભદ્રસૂરિ પંચવસ્તુક'માં જણાવે છે કે-“શ્રીમન્ત મનુષ્ય જેમ સારા રાજાને છોડતો નથી, તેમ આત્મ-કલ્યાણના અભિલાષીએ ચારિત્રધનરૂપી ફળને આપનાર ગુણવાન
* પ્રારંભમાં દેવ અને ગુરુની પૂજા કરવી તેને યોગશાસ્ત્ર અને મંત્રશાસ્ત્રની
પરિભાષામાં “પૂર્વસેવા' કહેવામાં આવે છે. 'पूर्वसेवा-गुरु-देवादिपूजादिलक्षणा ।'
યોગબિન્દુ શ્લોક ૨ની ટીકા, પૃ. ૧૮. ૨. “તો-પશિં , છ સુપરું ! बहुस्सुअं पज्जुवासिज्जा, पुच्छिज्जत्थ-विणिच्छयं ॥४४॥"
-દશવૈકાલિક-પૃ. ૨૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org