________________
૪૭૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
"वंदणएणं भंते ! जीवे किं अज्जिणइ ? गोअमा । अट्ठ कम्मपयडीओ निबिडबंधण-बद्धाओ सिढिलबंधण-बद्धाओ करेइ, चिरकाल-ठइआओ अप्पकालठिइआओ करेइ, तिव्वाणुभावाओ मंदाणुभावाओ करेइ, बहुपएसग्गाओ अप्पपएसग्गाओ करेइ, अणाइअं च णं अणवदग्गं संसारकंतारं नो परिअट्टइ ।"
(યો. સ્વો. વૃ. પ્ર. ૩ પૃ. ૨૪૬ ઉદ્ધત) “હે ભગવન્! વંદનકથી જીવને શું પ્રાપ્ત થાય છે ?'
હે ગૌતમ ! વંદનકથી જીવ ગાઢ બંધનવાળી આઠે કર્મપ્રકૃતિઓને શિથિલ બંધવાળી કરે છે, ચિરકાલની સ્થિતિ પામેલા(અષ્ટકમ)ને અલ્પકાલની સ્થિતિવાળા કરે છે, તીવ્ર અનુભાવવાળા(અષ્ટકર્મ)ને મંદ અનુભાવવાળા કરે છે અને બહુ પ્રદેશવાળા(અષ્ટકર્મ)ને અલ્પ-પ્રદેશવાળા કરે છે. તેથી તે અનાદિ-અનન્ત-સંસારાટવીમાં પરિભ્રમણ કરતો નથી.' (૪) વંદનાથી ઉચ્ચગોત્ર, સૌભાગ્ય અને લોકપ્રિયતા સાંપડે છે.
શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ર૯મા અધ્યયનમાં કહ્યું છે કે :
“ચંદ્રપાળ ભંતે ! નીવે બનાવું ? “જો વંUિ नीयागोत्तकम्मं खवेइ, उच्चागोत्तं निबंधइ, सोहग्गं च णं अप्पडिहयं आणाफलं નિમ્બરૂ છે'
“હે ભગવન્! વંદનકથી જીવને શું ફળ મળે ?” “હે ગૌતમ ! વંદનક-વંદનાથી (જીવ) નીચ-ગોત્રકર્મને ખપાવે છે અને ઉચ્ચગોત્રકર્મને બાંધે છે, તથા સૌભાગ્ય અને અપ્રતિહત (જનું કોઈ ઉલ્લંઘન કરે નહિ તેવી) આજ્ઞારૂપી ફળની પ્રાપ્તિ કરે છે.” એટલે વંદનનું ફલ ઉચ્ચગોત્ર, સૌભાગ્ય અને લોકપ્રિયતા છે.” (૫) મુમુક્ષુની વંદના
પરંતુ મુમુક્ષુ આત્મા વંદનની ક્રિયા પાપનો સંપૂર્ણ પ્રતિઘાત કરવા માટે જ કરે છે, જેમાં દેવ અને ગુરુની કૃપા અપેક્ષિત છે, એટલે તે જગદ્ગુરુ જિનેશ્વરોનું અને કલ્યાણમિત્ર સદ્ગુરુનું શરણ સ્વીકારે છે અને તેમને જ પુનઃ પુનઃ વંદના કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org