________________
૪૬૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
૪૮. આદ્રકુમાર :- અનાર્ય દેશમાં આવેલા આર્તક દેશના રાજકુમાર હતા. તેમના પિતા આર્વક અને શ્રેણિક રાજાને પરસ્પર ગાઢ મૈત્રી હતી. તેથી અભયકુમાર અને આÁક રાજાના પુત્ર આદ્રકુમારની પણ મૈત્રી બંધાણી હતી. એક વખત પોતાના મિત્રને જૈનધર્મ પમાડવા અભયકુમારે મોકલેલી જિનપ્રતિમાનાં દર્શન થતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું અને આદેશમાં આવીને ત્યાગદીક્ષા લીધી હતી. આ દીક્ષા વર્ષો સુધી પાળ્યા પછી, ભોગાવલી કર્મનો ઉદય આવતાં તેમને સંસારવાસ સ્વીકારવા પડ્યો હતો અને બાલકનાં સ્નેહબંધનમાંથી મુક્ત થવા બીજાં બાર વર્ષો પસાર કરવાં પડ્યાં હતાં. તે પછી તેમણે ફરી દીક્ષા લીધી હતી અને અનેક જીવોને પ્રતિબોધ પમાડ્યો હતો. તેમણે ગોશાલક સાથે ધર્મસંબંધી ચર્ચા કરી તેને નિરુત્તર કર્યો હતો.
૪૯. દૃઢપ્રહારી-*:- યજ્ઞદત્ત નામે બ્રાહ્મણનો પુત્ર કુસંગથી બગડ્યો હતો અને કાલક્રમે એક પ્રસિદ્ધ ચોર બન્યો હતો. એક વાર લૂંટ ચલાવતાં તેણે બ્રાહ્મણ, ગાય અને સગર્ભા સ્ત્રીની હત્યા કરી હતી, પરંતુ એ ચાર મહાહત્યાઓથી છેવટે તેનું હૃદય દ્રવી ગયું હતું અને સંયમ ધારણ કર્યો હતો. પછી જ્યાં સુધી પૂર્વપાપની સ્મૃતિ થાય, ત્યાં સુધી કાયોત્સર્ગ કરવાનો અભિગ્રહ ધારણ કરી, હત્યાવાળા ગામની ભાગોળે ધ્યાનમાં મગ્ન થયા હતા. ત્યાં લોકોએ તેમના પર પથ્થર, રોડ વગેરેના ઘા કર્યા હતા અને અસહ્ય કઠોર શબ્દો સંભળાવ્યા હતા, પરંતુ તેઓ ધ્યાનથી જરા પણ ચલિત થયા ન હતા. બધા ઉપસર્ગો સમભાવે સહન કરતાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું.
૫૦. શ્રેયાંસકુમાર:- શ્રી બાહુબલીના પૌત્ર અને સોમયશ રાજાના પુત્ર તેમણે શ્રી આદિનાથ પ્રભુને એક વર્ષના ઉપવાસ પછી શેરડીના રસથી પારણું કરાવ્યું હતું.
* न किलम्मइ जो तवसाण सो तवसिद्धो दढप्पहारिव्व । सो कम्मकूखय सिद्धो जो सव्वक्खीण कम्मंसो ॥९५२॥
માવે. દર વૃ. પૃ. ૨૩૮ મ. १. कुरुजणपदे गयपुरणगरे बाहुबलि पुत्तो सोमप्पभो, तस्स पुत्तो सेज्जंसो जुवराया, सो
सुमिणे मंदरं पव्वयं सामवण्णं पासति, ततो तेण अभय कलसेण अभिसित्तो अब्भहिअं सोभितुगाढत्तो ।
આવ. હરિ. વૃ. પૃ. ૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org