________________
ભરડેસર-બાહુબલી-સઝાય૦૪૬૩
આખરે વૈરાગ્ય પામી દીક્ષિત થયા હતા અને શત્રુંજય પર્વત પર મોક્ષ પામ્યા હતા.
૪૫. મૂલદેવ :- રાજકુમાર મૂલદેવ સંગીતાદિ કળામાં નિપુણ હતો, પણ ભારે જુગારી હતો, પિતાએ તેને દેશવટો આપ્યો હતો, તેથી ઉજ્જયિનીમાં આવીને રહ્યો હતો. સંગીતકળાથી દેવદત્તા નામની ગણિકા તથા તેના કલાચાર્ય ઉપાધ્યાય વિશ્વભૂતિનો તેણે પરાજય કર્યો હતો. સમય જતાં દાનના પ્રભાવે તે હાથીઓથી સમૃદ્ધ વિશાલ રાજ્ય અને ગુણાનુરાગી કલા-પ્રિય ચતુર ગણિકા દેવદત્તાનો સ્વામી થયો હતો. પાછળથી સત્સંગ થતાં તે વૈરાગ્ય પામ્યો હતો અને ચારિત્ર પાળી સ્વર્ગે ગયો હતો. ત્યાંથી વીને મોક્ષ પામશે.
૪૬. પ્રભવસ્વામી :- પૂર્વોક્ત શ્રીજંબૂસ્વામીને ત્યાં લગ્નની પહેલી રાત્રે પાંચસો ચોરો સાથે ચોરી કરવા ગયા હતા, ત્યાં નવપરિણીત આઠ વધૂઓ સાથે થતો આધ્યાત્મિક સંવાદ સાંભળીને તે પ્રતિબોધ પામ્યા હતા અને બધા ચોરો સાથે દીક્ષા લીધી હતી. જંબૂસ્વામી પછી શાસનનો સર્વ ભાર તેમણે સંભાળ્યો હતો. તેઓ ચૌદપૂર્વના જાણકાર હતા.
૪૭. વિષ્ણુકુમાર :- તેમના પિતાનું નામ પદ્મોત્તર થતું અને માતાનું નામ વાલા-દેવી હતું. શ્રીમુનિસુવ્રત આચાર્ય પાસે દીક્ષા લીધી હતી અને તપના પ્રભાવથી અપૂર્વલબ્ધિવાળા થયા હતા. એકદા પૂર્વે વાદમાં હારેલા ધર્મષી નમુચિ નામના પ્રધાને દ્વેષ-બુદ્ધિથી જૈન સાધુઓને રાજની હદ બહાર કાઢી મૂકવાનો હુકમ કર્યો. આ વાતની જાણ થતાં તેઓ જૈન સાધુઓની મદદે આવ્યા અને નમુચિ આગળ માત્ર ત્રણ પગલાં જમીનની માગણી કરી, જે સ્વીકારવામાં આવી કોપાયમાન થયેલા શ્રીવિષ્ણુમુનિએ તે પરથી એક લાખ યોજનનું વિરાટ શરીર બનાવી એક પગ સમુદ્રને પૂર્વ કાંઠે મૂક્યો અને બીજો પગ સમુદ્રના પશ્ચિમ કાંઠે મૂક્યો. ‘ત્રીજું પગલું ક્યાં મૂકું?' એમ કહી તે પગ નમુચિના મસ્તકે મૂકડ્યો એટલે તે મરીને નરકે ગયો. દેવ-ગાંધર્વો, કિન્નરો, દેવાંગનાઓ વગેરેની ઉપશમરસમય મધુર સંગીત–પ્રાર્થનાથી આખરે તેમનો ક્રોધ શાંત પડ્યો. પછી તપશ્ચર્યા કરતાં અને શુદ્ધ ચારિત્ર પાળતાં તેઓ મોક્ષે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org