________________
૪૯૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨
કહ્યું કે ભાદરવા સુદિ પંચમીને દિવસે અહીં ઈન્દ્ર-મહોત્સવ થતો હોવાથી પર્યુષણ પર્વ પહેલાં કે પછી રાખવાં જોઈએ, જેથી અમે તેનું આરાધન કરી શકીએ ત્યારે કાલકાચાર્યે કહ્યું કે-વિશિષ્ટ કારણને લીધે ચોથને દિવસે તે આરાધન થઈ શકે છે. ત્યારથી પાંચમને બદલે ચોથની સંવત્સરી-પર્યુષણા પર્વની શરૂઆત થઈ.
શ્રી સીમંધરસ્વામીએ ઈન્દ્ર આગળ કાલકાચાર્યનાં વખાણ કર્યા કેનિગોદનું સ્વરૂપ કહેવામાં તેમના જેવા બીજા કોઈ નથી તેથી બ્રાહ્મણનું રૂપ લઈને ઈન્દ્ર-તેમની પાસે આવ્યા અને નિગોદનું સ્વરૂપ પૂછ્યું. કાલકાચાર્ય યથાર્થ કહી બતાવ્યું. તેથી ઈન્દ્ર પ્રસન્ન થઈ સ્વસ્થાને ચાલ્યો ગયો.
(૩) કાલકાચાર્ય-તેમના પિતાનું નામ વજસિંહ હતું અને માતાનું નામ સુરસુંદરી હતું. તેઓ મગધ દેશના રાજા હતા. તેઓએ ગણધરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. તેમની બહેન સરસ્વતીએ પણ તેની સાથે દીક્ષા લીધી હતી.
એક વાર તેઓ ઉજ્જયિનીમાં આવ્યા, ત્યારે સરસ્વતી સાધ્વી પણ ત્યાં આવ્યાં હતાં. તે સાધ્વી બહાર અંડિલ ભૂમિએ જઈને પાછી શહેરમાં જતી હતી. તે વખતે ત્યાંના રાજા ગર્દભિલ્લે તેને અત્યન્ત સ્વરૂપવતી જોઈને પકડીને રાજમહેલમાં મોકલાવી દીધી. આ વાતની ખબર પડતાં સૂરિજીએ સંઘને મોકલી તથા બીજી ઘણી રીતે રાજાને સમજાવ્યો, પરંતુ દુરાચારી રાજા માન્યો નહિ, તેથી સૂરિજીએ વેશ-પરિવર્તન કરી પારસ-કૂલ તરફ જઈ ત્યાંના ૯૬ શક રાજાઓને પ્રતિબોધ પમાડી ગર્દભિલ્લ ઉપર ચડાઈ કરાવી અને તેને હરાવીને સરસ્વતી સાધ્વીને છોડાવી.
આ કાલકાચાર્ય મહાપ્રભાવક હતા.
૪૩-૪૪. સાંબ અને પ્રદ્યુમ્ન* :- આ બંને શ્રીકૃષ્ણના પુત્ર હતા. સાંબની માતા જાંબુવતી હતી અને પ્રધુમ્નની માતા રુક્મિણી હતી. બાળપણમાં અનેક લીલાઓ કરી, કૌમાર્ય અવસ્થામાં વિવિધ પરાક્રમો બતાવી,
* ત્ત નહીં-જ્ઞાતિ, યાતિ, ૩યાતિ, પુસિ સેને ય વારિયેળેય I પન્નુત્રસંવ નિરુદ્ધ,
सच्चनेमि य दढनेमी । अन्तकृद्द. चतुर्थ-वर्ग. पृ. ६५.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org