________________
ભરહેસર-બાહુબલી-સજ્ઝાય ૦ ૪૬૫
૫૧. કૂરગડુમુનિ :- ધનદત્ત શ્રેષ્ઠીના પુત્ર હતા અને શ્રીધર્મઘોષસૂરિ પાસે નાની ઉંમરમાં દીક્ષિત થયા હતા. ક્ષમાનો ગુણ અદ્ભુત હતો, પણ કાંઈ તપશ્ચર્યા કરી શકતા ન હતા. એક વાર પ્રાતઃકાળમાં ગોચરી લાવીને તે વાપરવા બેઠા કે માસખમણવાળા એક સાધુએ આવીને કહ્યું : ‘મેં થૂંકવાનું વાસણ માગ્યું, તે કેમ ન આપ્યું ? અને આહાર વાપરવા બેસી ગયા ? માટે હવે તમારા પાત્રમાં જ બળખો નાખીશ'. એમ કહીને તે સાધુએ તેમાં બળખો નાખ્યો. ફૂગુડમિન તેનાથી જરા પણ ગુસ્સે ન થયા. ઊલટું હાથ જોડીને બોલ્યા કે ‘મહાત્મન્ ! માફ કરો. હું બાળક છું. ભૂલી ગયો ! મારા ધનભાગ્ય ક્યાંથી કે આપના જેવા તપસ્વીનો બળખો મારા ભોજનમાં પડે !' એવી ભાવના ઉત્તરોત્તર વધતાં તેમણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
૫૨. શય્યભવસૂરિ :- શ્રીપ્રભવ-સ્વામીના પટ્ટધર શિષ્ય. તેઓ પૂર્વાવસ્થામાં કર્મકાંડી બ્રાહ્મણ હતા. શ્રીપ્રભવસ્વામી પછી સમસ્ત જૈન શાસનનો ભાર તેમણે વહન કર્યો હતો. તેમનો બાલ-પુત્ર મનક પણ તેમના પંથે પળ્યો હતો અને અલ્પ વયમાં જ આત્મ-હિત સાધી ગયો હતો. આ પુત્ર શિષ્યને ભણાવવા માટે સૂરિજીએ સિદ્ધાંતમાંથી ઉદ્ધરીને દશવૈકાલિક સૂત્રની રચના કરી હતી, જે એક પવિત્ર આગમ લેખાય છે.
૫૩. મેઘકુમાર*:- શ્રેણિક રાજાની ધારિણી નામની રાણીના પુત્ર હતા. ઉચ્ચકુલીન આઠ રાજકુમારીઓને એકીસાથે પરણ્યા હતા. પરંતુ એકદા પ્રભુ મહાવીરના દેશના સાંભળી, માતા-પિતાની અનુમતિ મેળવી તેમણે દીક્ષા લીધી. પ્રભુએ તેમને સ્થવિર સાધુઓને સોંપ્યા. (એ સાધુઓ બીજે સ્થળે જઈને રાત રહ્યા.) નવદીક્ષિત મેઘકુમારનો સંથારો છેલ્લો હતો. તે છેક બારણાની આગળ આવ્યો. રાતમાં મારું કરવા જતા-આવતા સાધુઓની અવર-જવરથી, તેમના પગ અડવાથી, તેમજ સંથારામાં ધૂળ પડવાથી, લગભગ આખી રાત ઊંઘ આવી નહિ. એટલે વિચાર કર્યો કે સવારે ઊઠીને
★ तए णं सा धारिणी देवी नवहं मासाणं बहुपडिपुण्णाणं अदभुठ्ठमाण य राइंदियाणं वीइक्कंताणं अद्धरत्तकालसमयंसि सुकुमालपाणिपायं जाव सव्वंग सुंदरं दारगं पयाया । नायाधम्मकहाओ पृ. १९थी ४६ सुधी.
પ્ર.-૨-૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org