________________
૧૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
જિનાગમના પારગામી બની શાસનની પ્રભાવના કરે, તે “પ્રાવચનિક પ્રભાવક' ગણાય; જેમ કે શ્રીવજસ્વામી. જે મહાત્મા “ધર્મકથા' કરવાની વિશિષ્ટ શક્તિ વડે હૃદયના ગૂઢ સંશયોને પણ દૂર કરી શકે તથા ભવ્ય જીવોના ચિત્તને આનંદમગ્ન બનાવી શકે, તે “ધર્મકથી નામના બીજા પ્રભાવક' ગણાય; જેમ કે શ્રીમહાવીર પ્રભુના શિષ્ય શ્રીનંદિષેણ. જે મહાત્મા પ્રમાણો, યુક્તિઓ અને સિદ્ધાન્તોના બલથી પરવાદીઓ સાથે વાદ કરીને તેમના એકાન્ત મતનો ઉચ્છેદ કરી શકે, તે “વાદી' નામના ત્રીજા “પ્રભાવક” ગણાય; જેમ કે આચાર્ય શ્રીમલ્લવાદી. જે મહાત્મા “અષ્ટાંગ નિમિત્ત' તથા
જ્યોતિષ શાસ્ત્રના બલથી શાસનની ઉન્નતિ કરે, તે “નૈમિત્તિક' નામના ચોથા “પ્રભાવક' ગણાય; જેમ કે શ્રીભદ્રબાહુસ્વામી, જે મહાત્મા વિવિધ પ્રકારની તપસ્યાઓ વડે ધર્મનો પ્રભાવ વધારે, તે “તપસ્વી' નામના પાંચમા “પ્રભાવક' ગણાય; જેમકે શ્રીવિષ્ણુકુમાર-મુનિ. જે મહાત્મા મંત્ર-તંત્ર આદિ વિદ્યાનો ઉપયોગ શાસનની ઉન્નતિ માટે કરે પણ અંગત સ્વાર્થ માટે કરે નહિ, તે “વિદ્યા-પ્રભાવક' નામના છઠ્ઠા “પ્રભાવક' ગણાય; જેમ કે શ્રીઆર્ય ખપૂટાચાર્ય. જે મહાત્મા અંજન, ચૂર્ણ અને લેપ આદિ સિદ્ધ કરેલા યોગો વડે જિનશાસનનું ગૌરવ વધારે, તે “સિદ્ધ' નામના સાતમા “પ્રભાવક' ગણાય; જેમ કે શ્રીપાદલિપ્તસૂરિ. અને જે મહાત્મા અદ્ભુત કાવ્યશક્તિ વડે સહુના હૃદયનું હરણ કરી શકે તે “કવિ' નામના આઠમા “પ્રભાવક' ગણાય; જેમ કે શ્રીસિદ્ધસેન દિવાકર.
શ્રાવકને માટે “પ્રભાવનાનો માર્ગ એ છે કે તેણે બને તેટલું ધન “સાત ક્ષેત્ર અને અનુકંપાદાનમાં વાપરવું. સાત ક્ષેત્રો નીચે મુજબ છે : “(૧) જિન- ચૈત્ય, (૨) જિન-બિબ, (૩) જિનાગમ, (૪) સાધુ, (પ) સાધ્વી, (૬) શ્રાવક અને (૭) શ્રાવિકા.” “અનુકંપા-દાન' એટલે દયાથી દ્રવ્યાદિ વડે દીન-દુઃખીઓનો ઉદ્ધાર.
પાહાઈ-ગોવા-નુત્તો-[yળધાન-યો-યુp:]-ચિત્તની સમાધિ-પૂર્વક.
'प्रणिधानं-चेतःस्वास्थ्यं तत्प्रधाना योगाः व्यापारास्तैर्युक्त:-समन्वितः પ્રણિધાનો યુp:'-(દશવૈ. ટી. હારિ. પૃ. ૨૧૦). “પ્રણિધાન એટલે ચિત્તની સ્વસ્થતા, તેની પ્રધાનતાવાળા “યોગો' એટલે વ્યાપારો, તેનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org