________________
નાણમેિ દંસણમિ સૂત્ર ૧૭
“વિચિકિત્સા' કરી કહેવાય. અહીં “જિનદર્શન તો સારું છે, પણ તેમાં પ્રવૃત્તિ કરવાથી મને ફળ મળશે કે નહિ ? કારણ કે ખેતી વગેરે ક્રિયાઓમાં બંને જાતનાં પરિણામો આવતાં જોવાય છે, એટલે ફળ મળે પણ ખરું અને ન પણ મળે.' એવી વિચારણા કરવી તે “વિચિકિત્સા' નામનો દોષ ગણાય છે. તેનાથી રહિત થવું. તે નિર્વિચિકિત્સા' નામનો “દર્શન'નો ત્રીજો આચાર છે.
મૂટ્ટિનમૂઢg-અમૂઢદષ્ટિ, જેની દષ્ટિ ચલિત થઈ નથી તેવો.
જેનામાં વિવેકની ખામી હોય એટલે કે સારું ખોટું પારખવાની શક્તિ ખીલેલી ન હોય કે ખીલ્યા છતાં ચાલી ગઈ હોય તે “મૂઢદષ્ટિ' કહેવાય છે. કોઈનો ઠઠારો, ભપકો કે લોક-સમૂહને આંજી નાખનારા ચમત્કારો જોઈને સમ્યગ્દર્શનમાંથી ચલિત ન થવું, તે “અમૂઢદૃષ્ટિ' નામનો “દર્શન'નો ચોથો આચાર છે.
૩વવૂદ-fથરી -[૩પવૃંદળ-સ્થિરીહરળે-ઉપવૃંહણા અને સ્થિરીકરણ.
સમાનધર્મીના ગુણની પ્રશંસા કરી તેની વૃદ્ધિ કરવી, તે “ઉપવૃંહણ” અને ધર્મથી ટ્યુત થતા એવા ધર્મીને યોગ્ય રીતે સ્થિર કરવા, તે સ્થિરીકરણ'. આ બંને ગુણો અનુક્રમે “દર્શનાચાર'નો પાંચમો અને છઠ્ઠો આચાર છે.
વચ્છ-માવા-[વાત્સલ્ય-પ્રભાવને-વાત્સલ્ય અને પ્રભાવના.
સમાનધર્મી પર હૃદયથી પ્રેમ રાખવો ને તેના પર ઉપકાર કરવો (તેના હિતના ઉપાયો લેવા), તે “વાત્સલ્ય' અને ધર્મકથા આદિથી તીર્થની ખ્યાતિ કરવી, તે “પ્રભાવના'.
આવી “પ્રભાવના' આઠ પ્રકારના વિશિષ્ટ શક્તિશાલી મહાત્માઓ દ્વારા થાય છે, તે માટે કહ્યું છે કે :
"पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य । विज्जा-सिद्धो अ कवी, अट्ठेव पभावणा भणिया ॥"
(સમ્યક્તસપ્તતિ ગા. ૩૨, પૃ. ૧૦૮) પ્રાવચનિક, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાનું, સિદ્ધ અને કવિ એ આઠ જાતના પ્રભાવકો કહેલા છે. તેમાં જે મહાત્મા વિદ્યમાન પ્ર.-૨-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org