________________
૧૬ ૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
આ સ્થાને એવો વિચાર કરવો જોઈએ કે ‘કેટલાક પદાર્થો હેતુ વડે ગ્રાહ્ય છે અને કેટલાક પદાર્થો અહેતુ વડે ગ્રાહ્ય છે. તેમાં જે જીવાદિ પદાર્થો છે, તે હેતુ વડે ગ્રાહ્ય છે અને ભવ્યત્વ વગેરે અહેતુ વડે ગ્રાહ્ય છે, કારણ કે તે ઉત્કૃષ્ટ જ્ઞાન વિના આપણા જેવા છદ્મસ્થોને સમજાતા નથી. તેનું જ્ઞાન માત્ર કેવલજ્ઞાનીઓના વચનમાત્રથી જ થાય છે.’
‘સઘળા સિદ્ધાંતો પ્રાકૃતમાં રચાયેલા છે, માટે તે બધા કલ્પિત હશે' એવી શંકા કરવી તે ‘સર્વશંકા’ છે. તે સ્થાને એમ વિચારવું જોઈએ કે, સિદ્ધાંતોની રચના પ્રાકૃતમાં થઈ છે, તે બાળક વગેરે સર્વને સામાન્ય રીતે સહેલી પડે તે માટે થયેલી છે. કહ્યું છે કે
‘‘વાલ-સ્ત્રી-મન્ત્ર-મૂર્છાળાં, તૃળાં ચરિત્રાંક્ષિળામ્ । અનુપ્રાર્થં તત્ત્વજ્ઞ:, સિદ્ધાન્તઃ પ્રાòત: સ્મૃ()તા: ""
(હરિભદ્રસૂરિની દશવૈકાલિક ટીકામાંથી ઉદ્ધૃત પૃ. ૧૦૨) ‘ચારિત્રની ઇચ્છાવાળા, બાળકો, સ્ત્રીઓ, મંદ અને મૂર્ખ મનુષ્યોના અનુગ્રહને માટે તત્ત્વજ્ઞ પુરુષોએ સિદ્ધાંતને પ્રાકૃત[ભાષા]માં કરેલો છે.’ આ બન્ને પ્રકારની શંકાથી રહિત થવું તે ‘નિઃશંકિત’ નામનો પ્રથમ ‘દર્શનાચાર’ છે.
નિવિઞ-[નિષ્ઠાંક્ષિતમ્]-નિષ્કાંક્ષિત, કાંક્ષા-રહિત.
ઇચ્છા, અભિલાષા કે ચાહનાને ‘કાંક્ષા' કહેવામાં આવે છે. અહીં શ્રદ્ધા જાળવી રાખવાના વિષયમાં અન્ય મતની, મિથ્યા-દર્શનની ચાહના કરવી, તેને ‘કાંક્ષા’ નામનો દોષ ગણવામાં આવ્યો છે. તેનાથી રહિત થવું, તે ‘નિષ્કાંક્ષિત' નામનો ‘દર્શનાચાર’નો બીજો પ્રકાર છે.
નિિિતશિા [નિવિવિત્ત્તિા]-મતિ-વિભ્રમથી રહિત.
‘વિવિત્સિા-મતિ--વિગ્નમ:, નિર્માતા-વિવિત્સિા મતિવિભ્રમો યતોસૌ નિર્વિચિત્સિા' (દશવૈ. ટી. હા. પૃ. ૨૦૩) ‘વિચિકિત્સા' એટલે ‘મતિવિભ્રમ' તે જેમાંથી ચાલ્યો ગયો છે, તે ‘નિર્વિચિકિત્સા’. એટલે એક વસ્તુ હિતકારી હોય, સુંદર ફળને આપનારી હોય, છતાં એવા વિચારો ક૨વા કે તે હિતકર હશે કે કેમ ? અથવા તેનું ફલ સારું આવશે કે કેમ ? તો એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org