SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ‘નમોડસ્તુ વર્ધમાનાય’ સૂત્ર ૦ ૩૩૯ આવી છે. લડાઈમાં ઊતરવાનું તો ઘણાથી બને પણ જોરદાર હલ્લા સામે ટકી રહેવું કે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરીને જય મેળવવો-અને તે અત્યન્ત દુર્જેય આંતરિક શત્રુઓ પર, તે તો કોઈ વિરલ પુરુષોથી જ બની શકે. શ્રીવર્ધમાન એ વિરલ પુરુષોમાંના એક હતા. તેથી જ તેમણે દુર્રેય એવા કર્મ-રિપુને જીતીને મોક્ષની પ્રાપ્તિ કરી હતી. અહીં ‘તખ્તયાવાસ-મોક્ષાય' પદ વડે શ્રીવર્ધમાનની-વીરતાને વખાણવામાં આવી છે. ભવગાન શ્રીવર્ધમાનસ્વામીનું તત્ત્વાન સ્યાદ્વાદમય હતું, લોકોત્તર હતું, એટલે એકાંતવાદને માનનારાઓ તેમના ઉપદેશનું વાસ્તવિક રહસ્ય ન ઝીલી શકે અને સાચા સ્વરૂપે તેમને ઓળખી ન શકે એ બનવા જોગ છે. તેથી ‘પરોક્ષાય તીથિનામ્' વિશેષણ વડે શ્રીવર્ધમાનસ્વામીની ગંભીરતાને વખાણવામાં આવી છે. આ રીતે શ્રીવર્ધમાનસ્વામી વીર, ધીર અને ગંભીર શાસનનાયક હોઈને નમસ્કાર કરવાને યોગ્ય છે, તેથી તેમને ભાવપૂર્વક નમસ્કાર કરવામાં આવ્યો છે. ૧. તેમાં......નિનેન્દ્રાઃ | સત્તુ-હો. શેના માટે ? શિવાય-શિવ-સુખને માટે. કોણ ? નિનેન્દ્રાઃતે જિનેન્દ્રો. તે એટલે કયા ? 'येषां ज्यायः-क्रम-कमलावलिं दधत्या विकचारविन्दराज्या सदृशैः સદ્ગત પ્રશસ્યમ્ કૃતિ ઋથિતમ્-જેમની શ્રેષ્ઠ ચરણ-કમલની શ્રેણિઓને ધારણ કરનારી દેવ-નિર્મિત સુવર્ણ-કમલોની હારો વડે એમ કહેવાયું કે-‘સરખાની સાથે સમાગમ થવો તે પ્રશંસનીય છે.' જિનેન્દ્રો અથવા તીર્થંકરો ચોત્રીસ અતિશયોથી સહિત હોય છે; તેમાં એકવીસમો અતિશય એવો હોય છે કે તેઓ જે માર્ગેથી પસાર થાય છે, ત્યાં દેવો સુવર્ણ-કમલોની રચના કરે છે, એટલે તેઓનાં પગલાં સુવર્ણકમલો ૫૨ પડે છે. તેથી સુવર્ણ-કમલો જાણે એમ કહે છે કે જેવાં અમે કમલો તેવા શ્રીજિનેશ્વરદેવનાં ચરણો પણ કમલો. આમ કમલોની સાથે કમલોનો સંયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy