________________
૩૩૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
માસ-જેઠ માસ. ઉદ્ધવ-ઉત્પત્તિ. વૃષ્ટિ-વરસાદ. સન્નિમ-સરખો, જેવો, જેઠ માસમાં થયેલ વરસાદ જેવો.
થાતુ-ધારણ કરો. તષ્ઠિતોષને, સંતોષને, અનુગ્રહને. મય-મારા પર. વિતર: -વિસ્તાર, સમૂહ. શિરવાણીનો.
(૪) તાત્પર્યાર્થ વર્ધન-સ્તુતિઃ -શ્રીવર્ધમાનની એટલે ચરમતીર્થ કર પ્રભુ શ્રી મહાવીરની સ્તુતિ તે ‘વર્ધમાનસ્તુતિ'. તેનાં પહેલાં પદો પરથી તે “નમોડસ્તુ વર્ધમાનાય'ના નામથી પણ ઓળખાય છે.
નમોડસ્તુ......પોસાય તfધનામ્
નમોડસ્તુ-નમસ્કાર હો. કોને ? વર્ધમાના-શ્રી વર્ધમાનને. કેવા વર્ધમાનને ? ર્મા અર્ધમાન-કર્મની સાથે સ્પર્ધા કરનાર, હરીફાઈ કરનાર વર્ધમાનને. વળી કેવા વર્ધમાનને ? તનયાવા-મોક્ષય-તેના પર એટલે કર્મ પર જય મેળવીને મોક્ષ પ્રાપ્ત કરનાર વર્ધમાનને. વળી કેવા વર્ધમાનને ? પરીક્ષા તીથિના-જેઓ મિથ્યાત્વીઓ માટે પરોક્ષ છે, જેઓનું સ્વરૂપ મિથ્યાત્વીઓને સમજવું અતિ મુશ્કેલ અથવા અગમ્ય છે, તેવા વર્ધમાનને.
કર્મની સાથે સ્પર્ધા કરનાર, તેના પર જય મેળવનાર, અને મિથ્યાત્વીઓને માટે પરોક્ષ એવા શ્રીવર્ધમાનને મારો નમસ્કાર હો.
શ્રીવર્ધમાન “ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પરાક્રમવાન” હતા, એટલે કર્મ કે અંતરના શત્રુઓ સાથે શૌર્યપૂર્વક ઝઝૂમ્યા હતા. અનાદિ કાળથી આત્માને વળગેલાં કર્મોને હઠાવવાનું કામ સહેલું ન હતું, તેથી તેઓ એ પૂરેપૂરી વીરતાથી અંતરંગ શત્રુઓ પર વિજય મેળવ્યો હતો અને તે જ કારણે “વીર', “મહાવીર' એવું ગુણ-નિષ્પન્ન નામ પામ્યા હતા. તાત્પર્ય કે ‘ા પર્થમાનાય' વિશેષણ વડે શ્રીવર્ધમાનની વીરતાને વખાણવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org