SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ થયો-મેલાપ થયો એ બહુ સારું થયું. કારણ કે સમાગમ સરખાનો જ શોભે છે.’ તાત્પર્ય કે જે જિનેન્દ્રો દેવતાઓએ રચેલાં સુવર્ણ-કમલો ૫૨ ચરણકમલ સ્થાપન કરતાં વિહાર કરે છે, તે જિનેન્દ્રો (અમને) શિવ-સુખ માટે થાઓ. સ્તુતિના બીજા કાવ્ય દ્વારા સર્વે જિનેન્દ્રોની સ્તુતિ કરવામાં આવી છે. ષાયતાપાવિત........રામ્ 1 ધાતુ-ધારણ કરો. શું ? તુષ્ટિ-અનુગ્રહને. કોણ ? fi વિસ્તરઃવાણીનો સમૂહ. કયો વાણીનો સમૂહ ? યો નૈનમુામ્બુવોદ્દત:-જે જિનેશ્વરોના મુખરૂપી મેઘમાંથી નીકળેલો છે અને યઃ બાય-તાપતિ-નન્તુ-નિવૃત્તિ રોતિજે કષાયના તાપથી પીડાઈ રહેલાં પ્રાણીઓને શાંતિ આપે છે. કોની માફક ? શુઝમામોદ્ધવવૃષ્ટિક્ષત્રિભ:--જેઠ માસમાં થયેલી વૃષ્ટિની માફક, સ-તે. જેઠ માસમાં સૂર્ય ખૂબ જ તપે છે, તેથી ગરમી અને ઉકળાટ ઘણાં લાગે છે. તે વખતે જે વરસાદ આવે છે, તે અતિ સુખકર અને સંતોષ-જનક લાગે છે. તેવી જ રીતે જે જગજ્જનો ક્રોધ, માન, માયા અને લોભરૂપી ચાર કષાયો વડે ખૂબ તપી ગયેલા હોય છે, તેમના પર શ્રીજિનેશ્વરદેવના મુખરૂપી મેઘમાંથી નીકળેલી વાણીનો વિસ્તર-પ્રવાહ અમૃતનો છંટકાવ કરે છે, તે મારા ૫૨ તુષ્ટિને-અનુગ્રહને ધારણ કરો મારા પર કૃપા કરો. આ રીતે સ્તુતિના ત્રીજા શ્લોકમાં શ્રુતદેવીની-જિનવાણીની સ્તુતિ કરવામાં આવી છે. (૫) અર્થ-સંકલના જેઓ કર્મ-વૈરી સાથે લડતાં લડતાં જય પામીને મોક્ષસુખને પામ્યા છે અને જેમનું સ્વરૂપ મિથ્યાત્વીઓને માટે અગમ્ય છે, તેવા શ્રીમહાવીરપ્રભુને મારા નમસ્કાર હો. ૧. જેમની શ્રેષ્ઠ ચરણ-કમલની શ્રેણીઓને ધારણ કરનારી દેવ-નિર્મિત સુવર્ણ-કમલોની પંક્તિએ જાણે એમ કહ્યું કે-‘સ૨ખાની સાથે સમાગમ થવો તે પ્રશંસનીય છે,’ તે જિનેન્દ્રો મોક્ષને માટે થાઓ. ૨. જે વાણીનો સમૂહ જિનેશ્વરના મુખરૂપ મેઘથી પ્રકટ થઈને કષાયના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy