________________
૩૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (૭) કોઈ છાની વાત કરનાર ઉપર દોષારોપણ કરવું નહિ કે “તમે અમુક
જ વાત કરતા હતા.' (૮) સ્ત્રીની યા મિત્રની ગુપ્ત વાત ઉઘાડી પાડવી નહિ. (૯) ખોટી સલાહ આપવી નહિ કે લોકોને ખોટે રસ્તે દોરી જનારાં જૂઠાં
ભાષણો કરવાં નહિ. (૧૦) ખોટું નામું લખવું નહિ, ખોટી રસીદો કે ખોટા દસ્તાવેજો બનાવવા
નહિ, માલની ખોટી જાહેરાતો આપવી નહિ. (૧૧) ચોરીનો માલ ખરીદવો નહિ. (૧૨) ચોરી માટે કોઈને પ્રેરણા કરવી નહિ. (૧૩) માલમાં કોઈ પણ પ્રકારની સેળભેળ કરવી નહિ. (૧૪) રાજ્યના હિતમાં થયેલા કાયદાઓનું ઉલ્લંઘન કરવું નહિ, દાણચોરી
કે કર-ચોરી કરવી નહિ. (૧૫) ખોટાં તોલ કે ખોટાં માપ રાખવાં નહિ, એક વસ્તુ અમુક વજન કે
માપની જાહેરાત કર્યા પછી તેને ઓછી આપવી નહિ. (૧૬) પરબારા-ગમન કરવું નહિ. (૧૭) વેશ્યા-ગમન કરવું નહિ. (૧૮) લાજ-મર્યાદાનો ભંગ કરનારું વર્તન કરવું નહિ. (૧૯) વિવાહો આદિ કાર્યો કરવામાં ઉત્સુકતા બતાવવી નહિ. (૨૦) કામ-ભોગ સંબંધી તીવ્ર અભિલાષા રાખવી નહિ. (૨૧) ધંધા અને પ્રવૃત્તિનું ક્ષેત્ર મર્યાદિત કરવું. (૨૨) મોજ-વિલાસનાં સાધનોની તથા પ્રમાણોની મર્યાદા કરવી. (૨૩) નિરર્થક પ્રવૃત્તિ કરવી નહિ. (૨૪) કામોત્પાદક ચેનચાળા કે વાણી-પ્રયોગ કરવા નહિ. (૨૫) અતિવાચાળપણું રાખવું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org