________________
‘વંદિત્તુ’ સૂત્ર ૦ ૩૦૩
આવી છે, તે મનની વાસ્તવિક સ્થિતિનો પરિચય કરાવે છે. માણસ શંકાશીલ થયો કે તેની શ્રદ્ધા સરકવા માંડે છે. ઘડીકમાં એક માન્યતા ધારણ કરવી અને ઘડીકમાં બીજી માન્યતા ધારણ કરવી, એ પણ શ્રદ્ધાને ડહોળી નાખે છે. તે જ રીતે હાથ ધરેલાં કાર્યોમાં, વ્રતનિયમોના ફલમાં શંકા રાખવી, તે પણ શ્રદ્ધાને ઘટાડનારું છે, અને બીજા સિદ્ધાંતો કે મતો તરફ દોરવાઈ જવું ને તેની પ્રશંસા કરવા લાગી જવું, તથા તેમનો સહવાસ વધારવો, એ પણ તેટલું જ નુકસાનકારક છે. જેવા પ્રકારની સાધના તેવા પ્રકારનું વાતાવરણ હોવું જોઈએ. તેથી વિરુદ્ધ વાતાવરણમાં પ્રવેશ કરવો-એ શ્રદ્ધાને ખોઈ નાખવાનાં સાધનોને આમંત્રણ આપવા બરાબર છે.
સાતમી ગાથામાં ચારિત્રાચારના પ્રતિક્રમણની ઇચ્છાથી આરંભની નિંદા કરાય છે.
આઠમી ગાથામાં ‘શ્રાવકનાં બાર વ્રતો'ની ગણતરી કરી છે : “પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો,” તથા તેનું સામાન્ય ‘પ્રતિક્રમણ’ કર્યું છે.
આઠમી ગાથાથી ૩૩મી ગાથા સુધી દરેક વ્રતનું તથા સંલેખનાનું વિશિષ્ટ રીતે પ્રતિક્રમણ કરવામાં આવ્યું છે. અહીં ગણાવેલા અતિચારોમાં નીચેના વિષયો મુખ્ય છે કે જેના તરફ પહેલી તકે લક્ષ્ય આપવું ઘટે છે. તેનું તારણ નીચે મુજબ નીકળી શકે :
(૧) નિર્દોષ પ્રાણીને મારવું નહિ.
(૨) કોઈ પ્રાણીને સખત બંધને બાંધવું નહિ.
(૩) કોઈ પ્રાણીનાં અંગોપાંગ છેદવાં નહિ.
(૪) પ્રાણીઓ પાસેથી ગજા ઉપરાંત કામ લેવું નહિ. મતલબ કે ઢોર, મજૂર, નોકર-ચાકર વગેરે પાસેથી દયાધર્મ ન હણાય તે રીતે કામ
લેવું.
(૫) કોઈને ભૂખ્યાં-તરસ્યાં રાખવાં નહિ.
(૬) કોઈના ઉપર આળ ચડાવવું નિહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org