________________
વંદિતુ સૂત્ર ૦ ૨૯૧ રાજકથા સાવદ્ય છે. જ્યારે ધર્મકથા નિરવધે છે. તેનું પ્રકાશન તીર્થંકરો દ્વારા થાય છે.
વોનું-[Tછતું]-જાઓ, પસાર થાઓ.
-[મમ]-મારા. ત્રિ-[વિવાદ–દિવસો. (૪૬-૪) વિ-વિવા....દિગદી.
વિશેષ આરાધનાને ઇચ્છતો શ્રાવક પોતાનો સમય કેવી રીતે પસાર કરવાને ઇચ્છે ?' તેનો ઉત્તર આ ગાથામાં આપવામાં આવ્યો છે.
પ્રતિક્રમણ કરનાર શ્રાવક પોતાના દિલમાં એવી ભાવના રાખે કે મારા દિવસો જિનેશ્વર ભગવાને કહેલી ધર્મકથાઓનો સ્વાધ્યાય કરવામાં વ્યતીત થાઓ, કે જે કથાઓ લાંબા સમયથી સંચિત થયેલાં પાપોનો નાશ કરનારી તથા લાખો ભવોનું મથન કરનારી છે.
શ્રાવકનું મુખ્ય કર્તવ્ય એ છે કે શ્રીતીર્થકર દેવ આગળ જઈને, આચાર્ય ભગવંત પાસે જઈને, ઉપાધ્યાય-ભગવન્ત પાસે જઈને કે સાધુભગવન્ત પાસે જઈને ધર્મનો ઉપદેશ સાંભળવો. શ્રાવકશબ્દની મર્યાદા પણ એ જ સૂચવે છે કે જે સાંભળે તે “શ્રાવક.” “ોતીતિ શ્રાવે: ' તે ઉપદેશ પર બાકીના સમયમાં ચિંતન અને મનન કરવું, તે પણ એનું કર્તવ્ય છે; એટલે શ્રી જિનેશ્વરદેવોએ ધર્મનું રહસ્ય સમજાવવા માટે જે ધર્મ-કથાઓ કહી છે, તે પર ચિંતન-મનન કરવામાં સમય પસાર થાય, તે શ્રાવકને માટે ઇષ્ટ-જરૂરી છે; તેથી અહીં તેવી ભાવના પ્રદર્શિત કરવામાં આવી છે.
કથાનો અર્થ કેવળ વાર્તાઓ નહિ, પણ ધર્મની પુષ્ટિ કરનારી ધર્મદેશનાઓ સમજવાની છે. શ્રીજિનેશ્વરદેવોએ આપેલા બધા ઉપદેશનો સમાવેશ તેમાં થઈ શકે છે. ક્ એટલે કહેવું, બોલવું, વ્યાખ્યાન કરવું, તે પરથી કથા એટલે કથન, વાર્તા, વ્યાખ્યાન કે ઉપદેશ.
(૪૬-૫) લાંબા વખતથી સંચિત થયેલાં પાપોનો નાશ કરનારી, લાખો ભવોને મટાડનારી એવી ચોવીસ જિનેશ્વરોથી નીપજેલી (મુખકમલથી પ્રગટેલી) ધર્મકથાઓના સ્વાધ્યાય દ્વારા મારા દિવસો પસાર થાઓ. (અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org