________________
૨૬૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨
મૈથુન અને ૪. પરિગ્રહ.”
સંજ્ઞાના દશ, પંદર અને સોળ એવા વિભાગો પણ અન્યત્ર જોવામાં આવે છે.
કષાય-ક્રોધ, માન, માયા અને લોભ.—એ ચાર છે. અને તે ૧૬ પ્રકારે છે. તેમાં ઋષ-સંસાર તેનો બાય-લાભ તે કષાય.
કહ્યું છે કે-ખં સં મવો વા વસમો fસ નો યિા સંસાર कारणाणं मूलं कोहाइणो ते अ ॥१॥
ભાવાર્થ-કર્મ એ કષ અથવા ભવ એ કષ (સંસાર) તેની આવક છે જેનાથી તે કષાયો કહેવાય. તે ક્રોધાદિ ૪ કષાયો સંસારનાં મૂળ કારણો છે.
તથા તે ચારે કષાયો (૧) અનંતાનુબંધી, (૨) અપ્રત્યાખ્યાની, (૩) પ્રત્યાખ્યાની અને (૪) સંજવલન એમ ચાર ચાર પ્રકારે હોવાથી ૧૬ પ્રકારે છે.
તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે :
૧-અનંતાનુબંધી કષાયો-જિંદગી સુધી રહેનારા, નરક ગતિ આપનારા અને સભ્યત્ત્વગુણને રોકનારા છે, તેથી અનંતાનુબંધી ક્રોધ-પર્વતની ફાટ સરખો (સંધાય નહીં તેવો) હોય છે. અનંતાનુબંધી માન-પથ્થરના સ્તંભ સરખો (ત્રુટે પણ નમે નહીં તેવો) હોય છે. અનંતાનુબંધી માયા-વાંસના નક્કર મૂળ સરખી (અત્યંત ગુપિલ) હોય છે. અને અનંતાનુબંધી લોભમજીઠના રંગ સરખો (કોઈ પણ ઉપાયે જાય નહીં તેવો) હોય છે.
૨-અપ્રત્યાખ્યાન કષાયો-૧ વર્ષ સુધી રહેનારા, તિર્યંચગતિ આપનારા અને દેશવિરતિ ગુણને રોકનારા છે. તેથી અપ્રત્યાખ્યાની ક્રોધ-તળાવની ફાટ
૧. દંશ સંજ્ઞાઓ-૧. આહાર, ૨. ભય, ૩. મૈથુન, ૪. પરિગ્રહ, ૫. ક્રોધ, ૬.
માન, ૭. માયા, ૮. લોભ, ૯. લોક, અને ૧૦. ઓધ. ૨. પંદર સંજ્ઞાઓ-૧. આહાર, ૨. ભય, ૩. મૈથુન, ૪. પરિગ્રહ, ૫. ક્રોધ, ૬.
માન, ૭માયા, ૮. લોભ, ૯, ઓઘ, ૧૦. સુખ, ૧૧. દુ:ખ ૧૨. મોહ,
૧૩. વિચિકિત્સા, ૧૪. શોક અને ૧૫. ધર્મ. ૩. ઉપરની પંદર સંજ્ઞાઓમાં ૧૬મી લોકસંજ્ઞા ઉમેરતાં સોળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org