________________
વંદિતુ સૂત્ર ૦૨૬૧
(વરસાદથી સંધાય) સરખો છે. અપ્રત્યાખ્યાની માન-હાડકા જેવું અક્કડ મહાકષ્ટ નમે તેવો હોય છે. અપ્રત્યાખ્યાની માયા-મેંઢાના શીંગડા જેવી સીધી થવી મુશ્કેલ હોય છે. અને અપ્રત્યાખ્યાની લોભ-ગાડાની મળી સરખો હોય છે.
૩-પ્રત્યાખ્યાન કષાયો-ચાર માસની સ્થિતિવાળા મનુષ્યગતિ આપનારા અને સર્વવિરતિને રોકનારા છે. તેથી પ્રત્યાખ્યાની ક્રોધ-ધૂળની રેખા (પવનથી ભૂંસાય) સરખો હોય છે. પ્રત્યાખ્યાની માન-કાષ્ટના સ્તંભ (ઘણા-ઉપાયે નમે) સરખો હોય છે. પ્રત્યાખ્યાની માયા-બળદના મૂત્રની વક્રતા સરખી હોય છે. અને પ્રત્યાખ્યાની લોભ-અંજન (કાજળના) રંગ સરખો હોય છે.
૪-સંજ્વલની કષાયો-પંદર દિવસની સ્થિતિવાળા દેવગતિ આપનારા અને યથાખ્યાત ચારિત્રને રોકનારા છે. તેથી સંજ્વલની ક્રોધ-જળની રેખા સરખો હોય છે. સંજ્વલની માન-નેતરની સોટી સરખો હોય છે. સંવલની માયા-વાંસના છોલ સરખી હોય છે. અને સંજવલની લોભ-હળદરના રંગ (સૂર્યના તડકે જાય) સરખો હોય છે.
ચાર કષાયના ૬૪ પ્રકારો દર્શાવતું કોષ્ટક
ક્રોધ, માન, માયા, લોભ-એ ચાર કષાય પ્રત્યેકના અનંતાનુબંધી આદિ ચાર ભેદો મળીને ૧૬ પ્રકાર થાય છે. તથા તે (૧) અનંતાનુબંધી (૨) અપ્રત્યાખ્યાની (૩) પ્રત્યાખ્યાની અને (૪) સંજ્વલનીએ પ્રત્યેકના (૧૬ પ્રકારના) ચાર પેટા ભેદો થઈને ૬૪ પ્રકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org