________________
“વંદિત સૂત્ર ૦ ૨૪૧ (૧) જે સાધુ તપસ્વી હોય. (૨) જે સાધુ ચરણસિત્તરીના ૭૦ બોલોનું પાલન કરતા હોય. (૩) જે સાધુ કરણસિત્તરીના ૭૦ બોલોનું પાલન કરતા હોય.
ચરણ-સિત્તરીમાં જો કે બાર પ્રકારના તપનો સમાવેશ થાય છે, તો પણ તપ એ નિકાચિત કર્મોને દૂર કરવાનું પ્રબળ સાધન હોઈને, તેનો નિર્દેશ પૃથફ કરવામાં આવ્યો છે.
- સાધુને રાત્રિભોજનનો ત્યાગ હોય છે, એટલે તેઓ તેટલા અંશે તપસ્વી હોય છે. વળી તેઓ સંયમની સાધના માટે દેહને ટકાવવા પૂરતું દોષોને ટાળીને ભોજન કરનારા હોવાથી નિત્ય તપસ્વી હોય છે, છતાં અહીં અનશન આદિ તપનું વિશિષ્ટ રીતે અનુષ્ઠાન કરનાર એવો અર્થ અભિપ્રેત છે. એટલે જે મુનિ બાર પ્રકારના તપનું આચરણ કરતા હોય તેમને “સુપાત્ર' સમજવાના છે.
સુવિહિત સાધુ ચરણ-સિત્તરી અને કરણ-સિત્તરીનું યથાર્થ પાલન કરનારા હોય છે. તેમાં ચરણ-સિત્તરીના ૭૦ બોલો નીચે મુજબ છે :
પાંચ મહાવ્રતો ઃ ૧. પ્રાણાતિપાત-વિરમણ વ્રત, ૨. મૃષાવાદવિરમણ-વ્રત, ૩. અદત્તાદાન-વિરમણ-વ્રત, ૪. મૈથુન વિરમણ વ્રત, ૫. પરિગ્રહ-વિરમણ-વ્રત.
દસ યતિ ધર્મઃ ૧. ક્ષમા, ૨. નમ્રતા, ૩. સરળતા, ૪, નિર્લોભતા, ૫. તપ, ૬. સંયમ, ૭. સત્ય, ૮. શૌચ, ૯. અકિંચનતા, ૧૦. બ્રહ્મચર્ય.
સત્તર પ્રકારનો સંયમ : ૫ હિંસાદિ પાંચ આગ્નવોની વિરતિ, ૫ ઈન્દ્રિયોનો નિગ્રહ, ૪ કષાયોનો જય અને ૩ દંડોથી વિરતિ.
દસ પ્રકારનું વૈયાવૃજ્યઃ ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. સ્થવિર ૪. તપસ્વી ૫. ગ્લાન, ૬. શૈક્ષ, ૭. સાધર્મિક, ૮, કુળ, ૯. ગણ અને ૧૦. સંઘની સેવા-સુશ્રુષા.
પ્ર.-૨-૧૬ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org