________________
૨૪૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
નવ પ્રકારની બ્રહ્મચર્ય-ગુપ્તિ : વિવિક્ત-વસતિ સેવા આદિ. જ્ઞાનાદિ-ત્રિક એટલે ૧. જ્ઞાન, ૨. દર્શન અને ૩. ચારિત્રની
આરાધના.
બાર પ્રકારનો તપ : છ બાહ્ય ભેદ અને છ આવ્યંતર ભેદ. ચતુર્વિધ કષાય-નિગ્રહ-ક્રોધ, માન, માયા અને લોભ પર કાબૂ.
આ સિત્તેર બોલો પૈકી પાંચ મહાવ્રતોમાં ‘યમ’નો સમાવેશ થાય છે, દસ પ્રકારના યતિધર્મમાં ‘નિયમો'નો સમાવેશ થાય છે, સત્તર પ્રકારના સંયમમાં પાંચ ઇન્દ્રિય તથા ત્રણ બળરૂપ પ્રાણનો આયામ-પ્રાણાયામ તથા પ્રત્યાહાર પ્રત્યક્ષ છે. દસ પ્રકારનું વૈયાવૃત્ત્વ તિતિક્ષા અને શુશ્રૂષાનો ગુણ સૂચવે છે. નવ પ્રકારની બ્રહ્મચર્ય-ગુપ્તિ આદર્શ બ્રહ્મચર્યનું વિધાન કરે છે. જ્ઞાનાદિ-રત્નત્રયીની આરાધના આત્મ-શ્રદ્ધા, પ્રજ્ઞા અને પુરુષાર્થનો વિકાસ કરે છે. બાર પ્રકારનું તપ બાહ્ય અને આત્યંતર શુદ્ધિ કરી પરમ પવિત્રતાને પ્રગટાવે છે. તથા ધારણા, ધ્યાન અને સમાધિની અવસ્થા પ્રાપ્ત કરવામાં મદદગાર છે. ચતુર્વિધ કષાયનો નિગ્રહ સાધકને પોતાના મૂળ સ્વરૂપમાંઆત્મભાવમાં સ્થિર થવા માટે મદદ કરે છે.
કરણ-સિત્તરીના ૭૦ બોલો આ પ્રમાણે છે :
ચાર પિંડ-વિશુદ્ધિ ૧. આહાર, ૨. શય્યા, ૩. વસ્ત્ર અને ૪. પાત્ર કલ્પનીય જ ગ્રહણ કરવાં.
બાર ભાવના : અનિત્યત્યાદિ ૧૨ ભાવના ભાવવી
"
બાર ભિક્ષુ-પ્રતિમા ઃ એકૈક માસની સાત, આઠમી બે માસની, નવમી ત્રણ માસની, દસમી સત્તર રાત્રિ-દિવસની, અગિયારમી અહોરાત્રની અને બારમી એક રાત્રિની.
પચીસ પ્રતિલેખના : ૧ દૃષ્ટિ-પ્રતિલેખના, ૫ પ્રસ્ફોટક, ૯ આસ્ફોટક અને ૯ પ્રસ્ફોટક એ ૨૫ બોલ-પૂર્વક થતી વસ્ત્ર વગેરેની પ્રતિલેખના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org