SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પડિક્કમણે ઠાઉ સૂત્ર (૪) તાત્પર્યાર્થ પડિક્ષમણ-ઢવી--સુત્ત [પ્રતિક્રમણ-સ્થાપના-સૂત્ર.] પ્રતિક્રમણની સ્થાપના જે સૂત્ર વડે કરવામાં આવે છે, તે પ્રતિક્રમણ-સ્થાપના-સૂત્ર'. આ સૂત્રથી દેવસિક પ્રતિક્રમણના અતિચારોની આલોચનાનો પ્રારંભ થાય છે, તેથી તેને “પ્રતિક્રમણ-સ્થાપના-સૂત્ર' કહેવામાં આવે છે. ધર્મસંગ્રહમાં આ સૂત્ર સંબંધી જણાવ્યું છે કે-“રૂટું ર સવરપ્રતિમા વીગમૂતં યમ્'- આ સૂત્રને સકલ પ્રતિક્રમણના બીજરૂપ જાણવું. કારણ કે ગ્રન્થોની રચના વગેરે અન્ય પ્રસંગે પણ શરૂઆતમાં આવી રીતે) બીજભૂત પાઠો જોવામાં આવે છે.-(ધર્મસંગ્રહ ભાષા. ભાગ-૧. પૃ.-૫૮૦) સ્થિતિન-મનની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચાર. તુમffષત-વાણીની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચાર. ટુણિત-કાયાની દુષ્ટ પ્રવૃત્તિ વડે લાગેલા અતિચાર. (૫) અર્થ-સંકલના હે ભગવન્! સ્વેચ્છાથી મને દૈવસિક પ્રતિક્રમણમાં સ્થિર થવાની આજ્ઞા આપો.* હું ભગવંતના એ વચનને ઇચ્છું છું. દિવસ દરમિયાન મનની દુષ્ટ પ્રવૃત્તિથી, વાણીની દુષ્ટ પ્રવૃત્તિથી તથા કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી જે અતિચારોનું સેવન થયું હોય, તે સર્વેનું મારું પાપ મિથ્યા હો. (૬) સૂત્ર-પરિચય કોઈ પણ વસ્તુનો વિશદ બોધ થવાને માટે તેનું કથન બે પ્રકારે કરવામાં આવે છે : વિસ્તારથી અને સંક્ષેપથી. તેમાં વિસ્તાર વડે થયેલું કથન તે વસ્તુની જુદી જુદી બાજુઓ, જુદા જુદા સંબંધો કે જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓ રજૂ કરે છે; જ્યારે સંક્ષેપથી થયેલું કથન તે વસ્તુને લગતાં વિવિધ દષ્ટિબિંદુઓનો સમન્વય કરે છે, વિવિધ વર્ણનોનો સાર એ છે કે સત્ત્વરૂપ * અહીં ગુરુ આજ્ઞા આપે છે કે ‘' “પ્રતિક્રમણમાં સ્થિર થાઓ.” ત્યારે શિષ્ય કહે છે કે-રૂછું એ ભગવતુ વચનને હું ઇચ્છું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy