________________
૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
હકીકત ટૂંકમાં જ જણાવી દે છે. પ્રસ્તુત સૂત્ર પ્રતિક્રમણની ક્રિયાનું સંક્ષિપ્ત કથન છે, એટલે તેમાં પ્રતિક્રમણને લગતી વિવિધ ક્રિયાઓનો સાર ટૂંકમાં જ જણાવી દીધો છે. એ છે દુષ્ટ ચિન્તન, દુષ્ટ ભાષણ અને દુષ્ટ વર્તન અંગે સાચા હૃદયની દિલગીરી. બીજી રીતે કહીએ તો જ્યાં મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિ માટે દિલગીરી નથી, ત્યાં પ્રતિક્રમણની સ્થાપના થઈ શકતી નથી, પ્રતિક્રમણનો પ્રારંભ થઈ શકતો નથી, તે કારણે પણ આ સૂત્રને પ્રતિક્રમણનું બીજ માનવું ઉચિત છે.
(૭) પ્રકીર્ણક આ સૂત્રાનું સૂચન, શ્રી હેમચંદ્રાચાર્ય કૃત સ્વોપજ્ઞ યોગશાસ્ત્રના વિવરણ(પ્ર. ૩, પૃ. ૨૪૭)માં દર્શાવેલી પ્રતિક્રમણવિધિની પૂર્વાચાર્યની ગાથાઓમાં (ગા. ૨) મળે છે :
वंदित्तु चेइआई, दाउं चउराइए खमासमणे । મૂ–નિહિ-સિરો, સતારૂયાર-મછો (છી-૬)તું તે |
ચેત્યોને વંદન કરીને, ચાર વગેરેને (ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુઓને) ખમાસમણ દઈને, પૃથ્વી પર મસ્તક સ્થાપીને સકલ અતિચારોનું મિથ્યા દુષ્કૃત આપે.
સૂત્રની ભાષા પ્રાકૃત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org