________________
વંદિતુ સૂત્ર ૦ ૨૧૧ “કંદર્પ એટલે મદન કે કામ-વિકાર. તે સંબંધી જે અતિચાર ઉત્પન્ન થયો હોય તેના વિશે.
વુક્ષ-ક્રિૌ -કૌFથ્યને વિશે, કૌત્કચ્ય નામના અતિચારને વિશે.
'कुत्सितं कुचं कुत्कुचं तस्य भावः कौत्कुच्यम् ।'
ખરાબ ચેષ્ટાઓ તે “કૌત્કચ્ય'. “ૌગ–અનેરામુ-નયનોઝकर-चरण-भ्रूविकार-पूर्विकोपहासादिजनिता भाण्डादीनामिव विडम्बनक्रियेत्यर्थः ।' (. દી.) “કૌત્કચ્ય' એટલે બીજાને હસાવે તેવી ભાંડ વગેરેના જેવી કરવામાં આવતી મુખ, નેત્ર, હોઠ, હાથ, પગ અને ભવાંના વિકાર(ઇશારા)વાળી ચેષ્ટાઓ.
मोहरि-अहिगरण-भोग-अइरित्ते-[मौखर्य-अधिकरण-भोगातिरिक्ते] મૌખર્ય, સંયુક્તાધિકરણ અને ભોગાતિરિક્ત, નામના અતિચારોને વિશે.
મુખનો અતિશય વ્યાપાર કરે તે “મુખર'. તેનો જે ભાવ કે તેનું જે કર્મ તે “મૌખર્ય'. તાત્પર્ય કે બહુ બોલવું, વધારે પડતું બોલવું અથવા સંબંધ વિના ગમે તેમ બોલવું, “તે મૌખર્ય” કહેવાય છે.
“અધિકરણ' શબ્દ સામાન્ય રીતે આશ્રયનું સૂચન કરે છે, પરંતુ અહીં તે હિંસાના આશ્રયરૂપ ઉપકરણના વિશિષ્ટ અર્થમાં વપરાયેલો છે. તેથી
અધિકરણ” શબ્દથી સાંબેલું, ખાંડણિયો, કોશ, કોદાળી, કુહાડી, તરવાર વગેરે હિંસક સાધનો સમજવાનાં છે. શાસ્ત્રકારોએ અધિકરણ શબ્દનું નિરુક્ત કરતાં જણાવ્યું છે કે :- યિતે નરાતિથ્વીભાગનેનેત્યથરમ્ “જેના વડે આત્મા નરકાદિ-ગતિનો અધિકારી થાય, તે “અધિકરણ”. આવું અધિકરણ જરૂરી સાધનથી સંયુક્ત હોય તો “સંયુક્તાધિકરણ' કહેવાય છે. દાખલા તરીકે ખાંડણિયાની પાસે સાંબેલું મૂકેલું હોય અથવા ધનુષ્યની પાસે તીર મૂકેલું હોય કે બંદૂકની સાથે કારતૂસો પણ રાખેલા હોય, તો તે “સંયુક્તાધિકરણ” કહેવાય.
ભોગાતિરિક્ત'–ભોગોનો અતિરેક તે ભોગતિરિક્ત, અથવા ભોગોની અધિકતાથી યુક્ત–તે ભોગાતિરિક્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org